તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટા ભાડીયાના ફોજી અને પત્નીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત: બાળકનો ચમત્કારિક બચાવ

માંડવી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેશન યુનિટ દ્વારા રાષ્ટ્રધ્વજમાં લપેટીને લશ્કરી માન સાથે અપાઇ સલામી

માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામનો જવાન જમ્મુ કાશ્મીર ફરજ બજાવતા સૈનિક વતન આવવા નીકળ્યા અને રસ્તામાં ગમખ્વાર અકસ્માત થતા ફોજી અને તેના પત્નીએ ઘટનાસ્થળ પર જીવ ગુમાવ્યો હતો. તેમના પાંચ વર્ષીય પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.

જવાન અને તેમની પત્નીનો અગ્નિસંસ્કાર ગામમાં થતાં સ્ટેશન મિલીટરી કમાન્ડર યુનિટ દ્વારા પાર્થિવદેહને રાષ્ટ્રીય સન્માન સાથે સેલ્યુલર ગાર્ડ આપી ગ્રામજનોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી. ગ્રોનેડિયર રેજિમેન્ટ મિનિટમાં સોલ્જર વિરમ વાલજી ગઢવી ઉં..વ. 33, નવ વર્ષથી દેશની સેવા ફરજમાં જોડાયા હતા. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં મિનિટમાં હોવાથી પરિવારિક મરણ થતા પોતાની પત્ની કમશ્રીબેન ગઢવી ઉં.વ. 27, અને પાંચ વર્ષીય પુત્ર હિતેશ ગઢવી પરિવાર સાથે સ્વિફ્ટ કાર જી.જે.12 બી આર 5149માં સવાર થઈને વતન પહોંચતા પહેલા રાજસ્થાન સીહાર અને લસેલી ગામ પાસે બેકાબૂ લક્ઝરીએ કારને ટક્કર મારતા પતિ અને પત્નીનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

જ્યારે પુત્રનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના અંધકારમાં ગજરાજ નામની લક્ઝરી ગાંડીતુર બનીને આવી હોય તેમ ધડાકાભેર કારમાં અથડાતા બંનેના અરેરાટીભર્યા મૃત્યું થયા હતા. મૃતકને પોલીસની હાજરીમાં બહાર કાઢીને રાજગઢની સીએચસીમાં લઈ જવાયા હતા. પોસ્ટમોર્ટમ કરાયા બાદ શુક્રવારના સાંજે બન્ને મૃતકને લશ્કરી સન્માન સાથે ગામમાં લઈ આવ્યા હતા.બન્ને મૃતકોના પાર્થીવદેહને ગામમાં લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપસ્થિત ગ્રામ્યજનોની આંખો આ દ્રશ્ય જોઇને ભીની થઇ ગઇ હતી. ચારણ સમાજ કચ્છભરમાંથી અગ્રણીઓ અંતિમવિધિમાં જોડાયા હતા.

ગામ સજ્જડ બંધ રહ્યું અને આજુ બાજુના લોકો અંતિમવિધિમાં જોડાયા
ચારણ સમાજની વસ્તી ધરાવતા મોટા ભાડીયાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગ્રામજનો સ્વયંભૂ બંધ રાખીને અંતિમવિધિમાં જોડાયા હતા. આજુબાજુના ગ્રામજનો લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો