સન્માન:માંડવીના સૈનિક સેવા નિવૃત્ત થઈ માદરે વતન આવતાં આવકારાયા

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક રેલીથી સ્વાગત કરાયું, ઉમિયા નગર સોસાયટીમાં થયું સન્માન

માંડવીને કર્મભૂમિ બનાવનારા દેશ પ્રત્યે પોતાનો પરિવાર છોડીને લાઈન ઓફ કંટ્રોલ પર 17 વર્ષ ફરજ બજાવનારા 317 ફિલ્ડ રેજીમેન્ટ ફોર્સના નાયક સંરક્ષણ સેવા નિવૃત થતા વતનમાં તેમનું બાઇક રેલી સાથે સ્વાગત કરાયું હતું. સત્કાર સમારંભ યોજીને સૈનિકની સેવાને અનોખી રીતે બિરદાવાઇ હતી.

2004માં નાસિક ટ્રેનિંગ પૂર્ણ કરીને અરુણાચલ પ્રદેશમાં પ્રથમ પોસ્ટિંગ થયા બાદ રાજસ્થાન, ઝારખંડ, પુંચ, રાજોરી, સિક્કિમ અને હાડ થીજવી દે તેવા માઇનસ ડિગ્રી સેલ્સિયસ ધરાવતા સિયાચીનમાં દોઢ વર્ષ ફરજત ગુસાઇ મુકેશગર શંકરગર ફરજમાંથી નિવૃત થઇ પોતાના વતન આવતા યુવાનો દ્વારા રેલી યોજી ભારત માતાકી જયના નાદ સાથે ભવ્યાતિભવ્ય બેન્ડ વાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

મૂળ રોહા કોટડા ના એક દાયકાથી માંડવી ને કર્મભૂમિ બનાવનારા ફોજી મીનાક્ષીબેન અને પ્રતાપ ભારતીના જમાઈ તથા હર્ષાબેનના પતિ, પ્રિક્ષાના પિતા માદરે વતન પરત ફરતા તેમના પરિવારમાં સોસાયટીમાં અને મિત્રો વર્તુળમાં દીપોત્સવના પર્વે બેવડી ખુશી જોવા મળી હતી આ તકે ડો. ખુશાલ સંઘાર , રઘુવીરસિંહ જાડેજાએ જણથાવ્યું હતું કે, કોઈપણ ફોજનો જવાન મળે ત્યારે તેમને માનભર આવકાર આપવાથી દેશનું રખોપું કરતા સૈનિકોનું મનોબળ વધે છે. ઉમિયા નગર ખાતે સોસાયટી સ્નેહીજનો, જ્ઞાતિજનો, પરિવાર મિત્રો, સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા સત્કાર સમારંભ યોાજયો હતો

જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હસ્તે વિવિધ ભેટ સોગાદોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કૈલાશ ભારથી, કમલેશભાઈએ સંભાળી હતી. સ્વાગત પ્રતાપભાઈ, સંચાલન નાગાજણ ગઢવીએ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...