બહુમાન:માંડવીનો ગાઇડ યુવાન 11 વર્ષમાં 18 લાખ પ્રવાસી માટે માર્ગદર્શક બન્યો

માંડવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમના હસ્તે હાલમાં જ મળ્યો હતો ટુરિઝમ બેસ્ટ એક્સલન્સ એવોર્ડ
  • અેક સમયે કડિયાકામ કરી ગુજરાન ચલાવતો હતો યુવાન

માંડવીમાં એક સમયે કડિયાકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો યુવાન 11 વર્ષમાં 18 લાખ પ્રવાસીઓ માટે માર્ગદર્શક બની રહેતાં તેની પ્રવાસન વિભાગે નોંધ લઇ ગુજરાત ટુરિઝમ ગાઈડ એક્સલન્સ એવૉડ આપીને વિશેષ સન્માન કરાયું છે.તાજેતરમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 26 કેટેગરીમાંથી ટૂર એન્ડ ટ્રાવેલ્સ બેસ્ટ ટુર ગાઈડમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલમાં ગાઈડ તરીકે ફરજરત શંકર એમ. ઘેડાને લાઇન્સ હોલ્ડર તરીકે તેમને અગાઉથી પ્રમાણિત કરવામાં આવ્યા છે.

11 વર્ષમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થમાં 22 લાખ પ્રવાસીઓ અત્યાર સુધીમાં વિઝીટ લઈ ચૂક્યા છે જેમાં 18 લાખ પ્રવાસીઓને ગાઈડ કરીને પ્રભાવિત કરતા તેમના કાર્યની નોંધ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા લેવાતા તેમની પસંદગી દર વર્ષે રણોત્સવ દરમિયાન ચાર માસ માટે તેમને ખાસ ગાઇડ તરીકે કરાય છે.

યુવા ગાઈડ શંકર ધેડા કચ્છની કલા, સંસ્કૃતિ, ભૌગોલિક, રોચક ઈતિહાસથી કેન્દ્રીયમંત્રીઓ, હોલીવુડ અને બોલિવૂડના કલાકારોથી લઈને વીવીઆઈપી પ્રવાસીઓને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ લઈને રણ, ડુંગર ને દરિયો અેમ ત્રણ વિરાસતો માત્ર કચ્છ જિલ્લામાં હોવાથી કચ્છ ટુરિઝમનો હબ કહેવાય તેવા પ્રચાર-પ્રસારમાં તેમની સમજાવટની વાકછટાની નોંધ લઇને સપ્ટેમ્બર માસના અંતમાં અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં યુવાનનું પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ગાઈડ એક્સલન્સ એવૉડથી વિશેષ સન્માનિત અાવ્યું હતું.

સેલ્ફી માટે પ્રવાસીઅોની સફેદ રણ પર પસંદગી
ભારતીય પરંપરા મુજબ કોઈને પણ ખરાબ નજર લાગી હોય તો એક મુઠ્ઠી મીઠુ ભોગ બનનાર ઉપર ફેરવીને નજર ઉતારવામાં આવે છે, જ્યારે રણોઉત્સવ અવસરે નજર પડે ત્યાં સુધી મીઠુ જ મીઠુ દેખાય છે. નમકાચ્છાદિત સરોવર પ્રવાસીઓ માટે સેલ્ફી પોઇન્ટ અને આકર્ષણનું કેન્દ્ર હોવાનું એવોર્ડ વિજેતા ગાઈડે જણાવ્યું હતું.

અોછો અભ્યાસ છતાં છ ભાષા પર પ્રભુત્વ
સામાન્ય પરિવારમાંથી અાવતો યુવાન શંકર ધેડાઅે ધો.10થી પણ અોછો અભ્યાસ કર્યો છે તેમ છતાં પોતાની કાબેલિયતના કારણે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી, સિંધી, મરાઠી ભાષા પર પ્રભુત્વ ધરાવતો યુવાને દુનિયાની બીજા નંબરની ફ્રેન્ચ ભાષાનો કોર્સ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...