અગવડતા:માંડવી-ના.સરોવર બસ અનિયમિત થતાં મુસાફરોને હાલાકી

નારાયણસરોવર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી-નારાયણસરોવર વાયા નલિયા એસટી બસ અનિયમિત થતાં મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. ક્યારેક બસ ન આવે તેવા કિસ્સામાં નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. માંડવીથી સવારે 7.30 કલાકે ઉપડતી આ બસ નલિયા થઇને બપોરે 12.30 કલાકે નારાયણસરોવર આવે છે અને બપોરે 1.30 વાગ્યે પરત ફરે છે. બપોરના સમયે પાછા વળવા નલિયા અને માંડવી માટે આ એક જ બસ હોતાં પ્રવાસીઓ માટે ઉપયોગી છે.

નારાયણસરોવરથી નલિયા અને માંડવી જવા માટે સવારે બે જ લોકલ બસ છે તે વચ્ચે માંડવી-નારયણસરોવર બસ અનિયમિત થતાં દર્શન કે પિતૃતર્પણ માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. અબડાસાના ગ્રામ્ય વિસ્તારો માટે પણ ઉપયોગી આ બસના દિવાળીથી કોઇ ઠેકાણા નથી. એક દિવસ આવે તો બે દિવસ રજા હોય તેમ બંધ રહે છે. બસની પ્રતિક્ષા કરતા પ્રવાસીઓને હાલાકી વેઠવી પડતી હોવાથી આ રૂટ પર નિયમિતર રીતે સમયસર બસ દોડે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...