જાહેરાત:માંડવીની 23 ગ્રા. પં. સમરસ બનતા ધારાસભ્યને 92 લાખ ખર્ચવા પડશે !

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમરસ પંચાયતને 4 લાખનીગ્રાન્ટ આપવા જાહેરાત કરી હતી
  • માંડવી 19, મુન્દ્રા 4 સહિત 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહિ થાય

માંડવી વિધાનસભા સભા મત વિસ્તાર તળે આવતી 81 પૈકીની જે ગ્રામ પંચાયત સમરસ બનશે તેને પોતાની ગ્રાન્ટમાંથી 4 લાખ આપવાની માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી. ઉમેદવારીપત્ર ચકાસણી અને ફોર્મ પરતખેંચવાની પ્રક્રિયા સંપન્ન થતાં માંડવી વિધાનસભા સભા હેઠળની 23 ગ્રામ પંચાયત સમરસ બની છે જેને પગલે ધારાસભ્યને પોતાની ગ્રાન્ટમાંથી 92 લાખ ખર્ચવા પડશે.

માંડવી તાલુકાની 75માંથી 60 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી જેમાં 19 સમરસ બની છે તો માંડવી વિધાનસભા તળે આવતી મુન્દ્રા તાલુકાની 21માં થી 4 ગ્રામ પંચાયતમાંચૂંટણી નહિ યોજાય આમ 23 ગ્રામ પંચાયત સમરસ જાહર થઇ છે. અગાઉ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સમરસ ગ્રામ પંચાયતને પોતાની ગ્રાન્ટમાંથી 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી જે મુજબ હવે 23 ગ્રામ પંચાયત સમરસ બનતા 92 લાખની ગ્રાન્ટ સમરસ ગ્રામ પંચાયતોને ગામના વિકાસ માટે ફાળવવી પડશે.

અંતિમ ચિત્ર મુજબ માંડવી વિધાનસભાની 85 પૈકીની 23 ગ્રામ પંચાયત સમરસ થતાં હવે 62 ગામમાં ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા નાના ગામોમાં ચૂંટણીને લઇ આપસી વેરભાવ અને મનદુખ ઉભું ન થાય તે માટે બિનહરીફ ગ્રામ પંચાયત માટે સમરસ યોજના અમલમાં મુકાઇ છે જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે 3થી 13 લાખ સુધીની રકમ મળવાપાત્ર થાય છે.

અન્ય સમાચારો પણ છે...