ભુજ:90 ઘર ધરાવતું મદનપુરા ગામ સીલ : મેડીકલ તપાસ ચાલું

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીનું મુંબઇથી કનેકશન, 10 લોકો ક્વોરોન્ટાઇન કરાયા

તાલુકાના પદમપુર ગામનમાં 49 વર્ષિય પ્રાૈઢને કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા 10 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. બે કુંટુંબના સભ્યોને માંડવી ખાતે લઇ જવાયા હતાં. ગામ આખાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં. મુંબઇમાં કન્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા 49 વર્ષિય પ્રાૈઢ પોતાના પરિવાર સાથે 15 તારીખના માંડવી ઉમિયા હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરાયા હતાં. પોતાના માલિકના ગામમાં મકાન હોવાથી તમામને મદનપુરા ગામમાં તા.16/5ના હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. તેમની તબીયત બગડતા માંડવી બાદ ભુજ લઇ જવાયા હતા. જીકેમાં રીપોર્ટ પોઝિટિવ આવતા ગામના 90 ઘરોના તમામ લોકોના મેડિકલ તપાસ શરૂ કરી છે. ગામની વસતી 450 જેટલી અને 225 જેટલા બહારથી લોકો આવતા હાલ વસતી 675 થઇ છે. પાટીદાર વસતી ધરાવતા ગામમાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે. બુધવારથી ગામમાં આવ-જા પર પ્રતિબંધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...