નિરાશા:જન્મજયંતીના દિને જ માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળે તાળું !

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાબંધી રથને લીલીઝંડી અાપવામાં બે કલાકનો વિલંબ કરાયો
  • નશાબંધી રથ અને NCCના જવાનો વીલા મોઢે પરત ફર્યા

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતીના દિવસે જ જન્મસ્થળ પર બપોરે તાળું હોવાથી નશાબંધી રથ અને અેનસીસીના જવાનોને વીલા મોઢે પરત જવાનો વારો અાવ્યો હતો. વળી નશાબંધી રથને લીલીઝંડી અાપવામાં બે કલાકનો વિલંબ કરાયો હોવાનું પણ બહાર અાવ્યું હતું.

પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થ મઘ્યેથી નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી એન.સી.સી કેડેટ સાથેના નશાબંધી રથને સ્ટાર્ટઅપ અાપવા અધિકારીઓ મોડા પડ્યા હતા. સવારે 10ની જગ્યાએ બે કલાક વિલંબથી 12 વાગ્યે લીલીઝંડી અપાઈ હતી. જેના પગલે બે વાગ્યે જન્મસ્થાન પર પહોંચેલા રથ અને એન.સી.સી કેડેટ જવાનો અને અધિકારીઓને શ્યામજીના જન્મ સ્થળે તાળાના દર્શન થયા હતા.

નશાબંધી સપ્તાહ અંતર્ગત યોજાયેલા રથને શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલના મંગલ ભાનુશાલી, નગર પ્રમુખ હેતલબેન સોનેજી, એન.સી.સી કેડરના હેડ મહેશ બારડ સહિતનાઅોઅે લીલીઝંડી આપી નશાબંધી સપ્તાહ રથને પ્રસ્થાન આપી જન્મસ્થાન સુઘી લઈ જવાયું હતું. બપોરે શ્યામજીના જન્મસ્થળે તાળુ હોવાથી અેનસીસીના કેડેટ્સને નિરાશા સાપડી હતી.

અન્ય સમાચારો પણ છે...