ચૂંટણી થઈ સંપન્ન:માંડવી પંથકમાં ધસારો રહેતા રાત્રિના 8 વાગ્યા સુધી મતદાન માટે લાઈનો જોવા મળી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતિપૂર્ણ માહોલમાં 40 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ સંપન્ન

તાલુકાની 75 ગ્રામ પંચાયત પૈકી 60 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની હતી. જેમાંથી 20 ગામો સમરસ જાહેર થઈ જતા 40 ગામોમાં રવિવારે મતદાન યોજાયુ હતું શાંતિપૂર્ણ માહોલમાં માંડવી ખાતે ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ જતા ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ થઈ ગયા છે.

ઠંડીના માહોલ વચ્ચે સવાર થી મોડી રાત સુધી માંડવી પંથકમાં મતદાનનો ધમધમાટ જોવા મળ્યો હતો અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓએ 79 મતદાન મથકોમાં ખડેપગે રહીને પોતાની ફરજ અદા કરી હતી.બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવતા ગ્રામ્ય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તાલુકાના કાઠડા,બીદડા, મોટી મઉ,ગઢશીશા સહિતના ગામોમાં આવેલા બુથ મથકોમાં છ વાગ્યા સુધી મતદાન માટે લાઈનો જોવા મળી હતી.જેથી તમામને ટોકન આપવામાં આવતા રાત્રે 8 વાગ્યા સુધીમાં મતદાન સંપન્ન થયું હતું.

આમ તો છ વાગ્યા બાદ મતદાનની કામગીરી પૂર્ણ થઈ જાય છે પણ જો મતદારો લાઈનમાં ઉભા હોય તો તેઓને ટોકન આપી મતાધિકારનો ઉપયોગ કરવા દેવાય છે.તાલુકાના 30 સંવેદનશીલ અને 3 અતિસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી એકપણ બુથ પર અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.બેલેટ પેપરથી મતદાન થયા બાદ તમામ મત પેટીઓ સિલ કરીને માંડવી મરીન કોલેજ ખાતે લઈ જવામાં આવી હતી આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...