તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે પાલિકા હરકતમાં:માંડવીના ટોપણસર તળાવમાં માછલીને બચાવવા સુધરાઇ દ્વારા ચૂનો ઠાલવાયો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખરે પાલિકા મૃત માછલીઓને દૂર કરવા હરકતમાં આવી

માંડવીના ટોપણસર તળાવમાં છેલ્લા પાંચ દિવસથી માછલીઓના ટપોટપ મોત અને તેનાથી ફેલાતી દુર્ગંધ વિશે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતાં અંતે પાલિકા હરકતમાં આવી હતી અને મૃત માછલીઓને દૂર કરવા તેમજ જે માછલીઓ બચી છે તેને પૂરતો ઓક્સિજન મળે તે માટે તળાવમાં ચૂનો ઠાલવવાનું શરૂ કરાયું હતું.

પાંચ દિવસ સુધી માછલી મરવા છતાં કેટલાક સેવકો ઠેકેદાર સાથે વ્યસ્ત હોતાં તેમના નાક સુધી દુર્ગંધ પહોંચી નથી તેવી ટીપ્પણી કરાતાં અમુકે બંધ બેસતી પાઘડી પહેરી લીધી હતી તો હરકતમાં આવેલી સુધરાઇએ માછલીઓના મૃતદેહો ઉપાડવાનું શરૂ કર્યું હતું. આ અંગે ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું કે, હાલે ચૂનાની ચાર જેટલી થેલી ઠાલવાઇ છે અને ખપત હશે તો વધુ ઠાલવાશે. આમ કરવાથી પાણીમાં પ્રાણવાયુનું સ્તર ઉંચું જશે અને હયાત માછલીઓ બચી જશે. જરુર જણાયે નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...