તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્કા સરપંચની ઉદંડતા:અમે ધારીએ તો અધિકારીને 2 મિનિટમાં હટાવી દઇએ !

બિદડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિદડાના સસ્પેન્શન મુદ્દે મળેલી બેઠકનો વીડિયો થયો વાયરલ
  • અમે સંસ્કારી, અધિકારીઓને કહ્યું તમે માપમાં રહેજો

માંડવી તાલુકાના બિદડામાં 14 નાણાપંચની ગ્રાન્ટના દુરપયોગ બદલ સરપંચ સહિત 9 સભ્યોને ડીડીઓએ સસ્પેન્ડ કરતાં, અગ્રણીઓની મળેલી બેઠકમાં હાજર મસ્કા સરપંચ કીર્તિ ગોરનો બફાટ સાથેનો અમે સંસ્કારી છીએ અને તમે માપમાં રહેજો તેવું અધિકારીઓને ચેતવણી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માંડવી ભાજપ પ્રમુખ અને બિદડાના સરપંચ સુરેશ સંગાર અને 9 સભ્યોને ખેતીની જમીનમાં વિકાસકામો અર્થે 14મા નાણાપંચની ગ્રાન્ટ વાપરવા મુદ્દે સસ્પેન્ડ કરાતાં તા.3-7ના સસ્પેન્ડ સરપંચ અને સભ્યોના સમર્થનમાં બિદડા પાટીદાર સમાજવાડી ખાતે વિવિધ સમાજોની બેઠક મળી હતી.

બેઠકમાં હાજર રહેલા મસ્કા ગ્રામપંચાયતના સરપંચ કીર્તિ ગોરની સસ્પેન્ડ સરપંચ, સભ્યો પ્રત્યેની લાગણી વધુ પડતી ઉભરી આવી હતી. તેમણે બફાટ કરતાં એવું પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીઓ ગમે ત્યારે રજાઓ મૂકે છે અને કોઈ કામ કરતા નથી, અમે સંસ્કારી છીએ અને ધારીએ તો સરકારી અધિકારીઓને તેમની ખુરશી પરથી 2 મિનિટમાં હટાવી શકીએ છીએ, એટલે માપમાં રહેજો એવી ખુલ્લી ધમકી પણ આપી હતી. સરપંચના વાણી વિલાસનો આ વીડિયો દિવસ દરમ્યાન સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...