ભુજ:માંડવીમાં પત્રકારનો અવાજ દબાવવા વકિલની ગુંડાગર્દી

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યભાસ્કરના પ્રતિનિધિની ઓફિસે પહોંચી બે સાગરીતો સાથે મળી કરી મારકુટ
  • પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી

પત્રકારનો અવાજ દબાવવા માંડવી બાર એસોસિએશનના પ્રમુખ અને માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજ એન. રાગ (ગઢવી) તથા તેના બે મળતીયાઓએ ઓફિસમાં ઘુસીને ગુંડાગર્દી કરીને પત્રકારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી હતી પોલીસે બનાવને ગંભીરતાથી લઇને આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  બનાવ ગુરૂવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી શહેરના છાપરાવાળી શેરીમાં રહેતા અને  આઝાદ ચોક પાસે ઓફિસ ધરાવતા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ સુરેશભાઇ બી. ગોસ્વામી પોતાની ઓફિસે બેઠા હતા ત્યારે અગાઉ  લખેલા સમાચારનું  મનદુ:ખ રાખીને આરોપી વકિલ ખેરાજ ગઢવી અને તેના બે સાગરિતો ત્યાં ધસી આવ્યા હતા. અને  ‘તું તારા મનમાં શું સમજે છે ? અને મારા વિરુધ્ધ કેમ લખે છે?’ તેવું કહીને ગાળાગાળી કરી સુરેશભાઇને તેની ઓફિસમાંથી બહાર લઇ ગયા હતા તથા માર માર્યો હતો. દરમિયાન સુરેશભાઈનો પુત્ર અને ભત્રીજો ત્યાં દોડી આવતાં આરોપી વકિલે આજ પછી દેખાયો છે તો, જાનથી મારી  નાખીશ તેવી ધમકી આપી નાસી છુટ્યા હતા.બનાવને પગલે માંડવી શહેર સહિત પત્રકાર જગતમાં ભારે રોષ ફેયાયો હતો. વકીલે કાયદો હાથમાં લેતાં પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે આ પૂર્વે પણ આ પત્રકારને સમાચારના મામલે જાહેરમાં માર માર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...