તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ:ટૂંક સમયમાં માંડવી ખાતે કચ્છનું બીજું કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરાશે

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર બાદ બીજા કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી
  • પશ્ચિમ કચ્છના ખેડૂતોને ફાયદો

પશ્ચિમ કચ્છના ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે. કચ્છમાં અંજાર બાદ માંડવી ખાતે કપાસ ખરીદી કેન્દ્રને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી  છે.  રાજ્યની કેબિનેટ બેઠકમાં સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણ આહિરે પણ ભાગ લીધો હતો. જેમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

કેબિનેટ બેઠકમાં રાજ્યમંત્રીએ કચ્છના પ્રશ્નોની સીએમ સમક્ષ કરી રજૂઆત
કેબિનેટ બેઠકમાં કચ્છની રજુઆત અંગે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં ઉનાળા દરમ્યાન પુરતું પીવાનું પાણી સમગ્ર જિલ્લાના ગામડાઓમાં, શહેરોમાં મળે અને નર્મદા નહેર દ્વારા રાપર શહેર તેમજ તાલુકાના દસથી બાર ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. જેનો હકારાત્મક પ્રત્યુતર મળ્યો હતો. વધુમાં કચ્છ જિલ્લામાં માણસો કરતાં પશુઓની સંખ્યા વધારે છે. સામાન્ય રીતે વ્યકિત દીઠ 50 લીટર પાણી આપવામાં આવે છે. પરંતુ પશુઓ માટે પણ ટેન્કરો દ્વારાપાણી મળે એ માટેની રજૂઆતનો મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો. ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, અંજાર મધ્યે આવેલ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કપાસ ખરીદી કેન્દ્રને વધારે એકટીવ કરીને ખેડૂતોના કપાસની વધારે ખરીદી થાય એ દિશામાં અને પશ્ચિમ કચ્છને કોઇ અગવડ ન પડે તે માટે બીજું કપાસ ખરીદીનું કેન્દ્ર માંડવી ખાતે સત્વરે શરૂ કરાય તે માટે બાબતનો રાજય સરકારે સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. અને ટુંક સમયમાં પશ્ચિમ કચ્છમાં માંડવી ખાતે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદીનું કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે, જૈન મુનિઓ જયારે એક ગામથી બીજા ગામ વિહાર કરતા હોય ત્યારે અત્યારે લોકડાઉનની સ્થિતિમાં મુનિવર્યોને કોઇ તકલીફ ન પડે અને તેઓને પણ આવવા- જવા માટે સરળતા રહે તે દિશામાં મુખ્યમંત્રીના ધ્યાને આ વાત મૂકી છે. સીએમએ કહયું કે, કોઇપણ જૈન મુનિઓ સાધુ શ્રાવકોને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અટકાવવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...