કામગીરી:કાઠડા પંચાયતે કચ્છમાં પ્રથમવાર 11 તળાવની માપણી સીટ તૈયાર કરી

માંડવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભવિષ્યમાં તળાવોમાં દબાણ ન થાય તે માટે અનોખી કામગીરી

માંડવી તાલુકાના કાઠડા ગામે સંભવત: કચ્છમાં પ્રથમ વખત તળાવોની માપણીસીટ તૈયાર કરાવી, દફતરમાં મૂકી અનોખી કેડી કંડારી છે.પંચાયત દ્વારા અેકસાથે ગામના 11 તળાવોનો સરવે કરાવી ગ્રામપંચાયતના દફતરમાં માપણીસીટ મૂકી છે. ગામના 11 તળાવના ક્ષેત્રફળનો અાધુનિક ટેકનિકથી ત્રણ દિવસ સુધી સરવે હાથ ધરવામાં અાવ્યો હતો.

માપણી કરી જે-તે તળાવનું ક્ષેત્રફળ નિયત કરાતાં અાગામી સમયમાં તળાવ, તેના અોગન કે, પાણીના વહેણ પર કોઇપણ વ્યક્તિ દ્વારા દબાણ કરાશે તો તેની વિગત અા માપણીસીટના અાધારે મળી રહેશે અને અાવી પ્રવૃત્તિઅો પર રોક લાવવાના અેકમાત્ર અાશયથી અા કામગીરી હાથ ધરાઇ હોવાનું ગામના સરપંચ ભારૂભાઇ ગઢવીઅે જણાવ્યું હતું.

11 તળાવોનું ક્ષેત્રફળ
તળાવક્ષેત્રફળ
- (અેકર)
અભય સાગર21
શિવ સાગર18
ભગત તળાવ15
રામ સાગર18
વીરા તળાવ15
પટેલ તળાવ10
પાવડી તળાવ9
પદ્રોણા તળાવ2
લાખણસર5
ત્રેપન તળાવ6
લક્ષ્મણ તળાવ7