તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં ભૂંડનો વધતો ત્રાસ:તાજી સમાધિ ખોદી નાખી, બંદરીય શહેરને ભૂંડમુક્ત કરવા પાલિકા પગલાં ભરે તેવી માંગણી

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંદરિય માંડવી શહેરમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે હદ તો ત્યાં થઈ કે તાજી અપાયેલી સમાધિ પણ ભૂંડોએ ખોદી નાખી હતી આવી ઘટનાઓ અટકાવવા માટે શહેરને ભૂંડ મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે.શહેરમાં ઝડપી વિકાસની સાથે ભૂંડની પ્રજાતિ પણ ઝડપથી વિકસિત થઈ રહી હોય તેમ ભૂંડની પ્રજાતિ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભુમી સહિતના પ્રવાસન સ્થળો,પશ્ચિમે આવેલ શિતલા મંદિર આસપાસ અને પૂર્વમાં રૂકમાવતી નદી પાસે ભૂંડોના ઝૂંડ જોવા મળે છે.

તાજેતરમાં દશનામ ગોસ્વામી સમાજના પવિત્ર સ્મશાનની ભૂમિમાં પ્રવેશ કરીને તાજી અપાયેલી સમાધિ ખોદી નાખવાની ગંભીર ઘટના પણ બનવા પામી હતી. જે સંદર્ભે ગોસ્વામી સમાજમાં નારાજગી ફેલાતા શ્રી ગુંસાઈ પંચ ટ્રસ્ટના ચેરમેન કમલગર કે. ગુસાઇ અને માંડવી નગરપાલિકાના પૂર્વ નગરપતિ રાજેશગીરી એસ.ગોસ્વામી દ્વારા પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેરને ભૂંડ મુક્ત કરવા માટે માંગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1980 ની સાલમાં માંડવી પાલિકાના પ્રમુખ સ્વ. રસિકલાલ અમૃતલાલ સંઘવીના સમયમાં શહેરમાં ભૂંડનો ત્રાસ વધી જતાં લોક લાગણી અને માંગણી બાદ શહેરને ભૂંડ મુક્ત કરાયું હતું તે બાદ કોઈ કાર્યવાહી થઈ નથી.સીસીટીવી ચકાસવામાં આવે તો પણ કડી મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...