તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
95 વર્ષ પહેલાં માંડવીની મુલાકાતે આવેલા મહાત્મા ગાંધી અને ત્યાર બાદ 65 વર્ષ પૂર્વે બંદરીય નગરના પ્રવાસે આવેલા દેશના ત્રીજા રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સમક્ષ માંડવીને રેલ સેવા આપવાની માગ કરાઇ હતી. આટલા લાંબા સમયથી આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સે આગામી અંદાજપત્રમાં માંડવી-ગાંધીધામા વાયા ભદ્રેશ્વરની ટ્રેનને સમાવવાની માગનો પુનરોચ્ચાર કર્યો છે.
શહેરને રેલવે સાથે સાંકળવા 7 વર્ષ અગાઉ મોજણી કરાઇ હતી. ચાર દાયકા પૂર્વે પણ આવી જ રીતે સર્વે કરાયો હતો જેનું બાષ્પીભવન થઇ જતાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ આ મુદ્દે અનેકવાર સંબંધિત કક્ષાએ પત્ર વ્યવહાર કર્યો છે તેમ છતાં કોઇ ઠોસ પગલાં ભરાયાં નથી.
તાલુકામાં બેન્ટોનાઇટ અને લિગ્નાઇટ જેવા ખનીજ તેમજ ખેત પેદાશો પણ પુષ્કળ થતી હોવાથી રોડ મારફતે અવર જવર કરવાના બદલે રેલવેની સુવિધા અપાય તો પરિવહન ક્ષેત્રે સુરક્ષા સાથે સુગમતા રહે અને સમસ્યાઓનો અંત આવે તેમ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે દિલ્હી સુધી અવાજ પહંચાડે તેવી માગ ઉપપ્રમુખ પારસ શાહ, નરેન્દ્ર સુરૂ, ચંદ્રસેન કોટક, અરવિંદ ગાલા, નવીન બોરીચા સહિત સંસ્થાના અગ્રણીઓએ દોહરાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.