તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Mandvi
 • In The Midst Of The Corona Epidemic, The Small Rent inspiring Initiative, The Locals Will Get Admission In The Village Only After Undergoing RT PCR Test.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:કોરોના મહામારી વચ્ચે નાના ભાડિયાની પ્રેરણાદાયી પહેલ, સ્થાનિકે RT-PCR ટેસ્ટ કરાવ્યા બાદ જ ગામમાં પ્રવેશ મળશે

માંડવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં એક દિવસ માટે આવો તો પણ 7 દિન ક્વોરન્ટાઇન

કચ્છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના નાના ભાડિયાએ શહેરો માટે અનોખી પ્રેરણાદાયી પહેલ આદરી છે. બહારગામથી ગામમાં આવતા પહેલા સ્થાનિકનો રેપીડ, RT-PCR ટેસ્ટ કરાવવાની સાથે માત્ર એક દિવસ માટે ગામમાં આવતા હોવ તો પણ ફરજિયાત 7 દિવસ કવોરેન્ટાઇન રહેવાનો આદેશ ગ્રામપંચાયતે કર્યો છે અને આ અંગેની સુચના પણ પંચાયતના નોટિસ બોર્ડ પર પ્રસિધ્ધ કરાઇ છે.

નાના ભાડિયામાં જિલ્લા બહારથી આવતા વતની એક દિવસ માટે આવતા હોય તો પણ ગામમાં આવે એટલે સાત દિવસ માટે ક્વોરેન્ટાઇ રહેવું પડશે. વધુમાં બહારનો નહીં પરંતુ સ્થાનિકે રેપીડ, આર.ટી.-પી.સી.આર. રિપોર્ટ કરાવ્યો હશે તો જ ગામમાં પ્રવેશ મળશે. માંડવીથી 30 કિ.મી દુર નાના ભાડિયાની વસતી માત્ર એક હજાર જેટલી છે. મોટા ભાગના લોકો ગામ છોડી મુંબઇમાં ધંધાર્થે સ્થાયી થયા છે ત્યારે જિલ્લા બહારથી આવતા ગામના વતનીને ફરજિયાત સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને બહારનો રેપિટ ટેસ્ટ નહીં સ્થાનિકે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ ફરજિયાત કરાવવાનો નિયમ ગ્રામપંચાયતે અમલી કર્યો છે. સરપંચ ઓસમાણભાઇ અને જૈન મહાજનના રાજેશભાઇએ કહ્યું હતું કે, બહારથી એક દિવસ માટે ગામમાં આવવું હોય તો કવોરેન્ટાઇન માટે સાત દિવસની રજાની વ્યવસ્થા કરીને જ ગામમાં આવવું.

કોવિડની સારવાર માત્ર સરકારી હોસ્પિટલમાં
એક સમયે મસ્કા ખાતે કોવિડ-19 હોસ્પિટલની માન્યતા મળતા લોકોની સારવાર થતી હતી, જે હાલમાં બંધ કરાઇ છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં 25 બેડની સુવિધા છે. દસ દિવસમાં તાલુકામાંથી દસ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું તાલુકા મેડિકલ ઓફિસર પાસવાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો