પ્રશ્ન હલ ન થતાં:માંડવીના વોર્ડ નં.6માં વરસાદી પાણીનો નિકાલ ન થતાં કર્યો ધારાસભ્યને ફોન

માંડવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદસ્યો કામ ન કરતા હોવાનો ભાજપના જ મહિલા કાર્યકરનો બળાપો

માંડવીમાં વોર્ડ નં.6માં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ ન થતાં ખુદ ભાજપના જ મહિલા કાર્યકરે ધારાસભ્યને ફોન કરીને ચૂંટાયેલા સદસ્યો કામ ન કરતા હોવાનો બળાપો કાઢ્યો હતો.તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના પગલે વોર્ડ નં.6ના રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ ન થતાં જિલ્લા ભાજપ સંગઠનના મહિલા સભ્યઅે ધારાસભ્યને રજૂઅાત કરતા પાલિકા હરકતમાં અાવી હતી અને યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. શહેરના નાનાલાલ વોરા માર્ગના કામ બાદ વરસાદી પાણીના નિકાલ બાબતે સ્થાનિક ચૂંટાયેલા સદસ્યો રસ દાખવતા નથી.

અા અંગે નારાજ થયેલા કચ્છ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય નેહાબેન ગઢવીઅે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને ફોન કરીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતાં, પાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઅો સ્થાનિકે દોડી ગયા હતા અને કામગીરી અાટોપી હતી. અા અંગે નેહાબેનનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અેક વર્ષ પહેલા અા અંગે પૂર્વ નગરપતિ મેહુલ શાહનું ધ્યાન દોરવામાં અાવ્યું હતું તેમ છતાં પણ ઉકેલ ન અાવતાં ધારાસભ્યને રજૂઅાત કરી હતી અને અા અંગે પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજીને પણ જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...