પ્રાચીન સભ્યતા:માંડવીમાં જ્યારે ભવ્ય ભૂતકાળ થયો જીવંત, વૈશ્વિક ધરોહર ધોળાવીરા ઉપરાંત કંડલા બંદરે પણ ફિલ્મના દ્રશ્યો પણ કંડારાયા

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહાણવટા પર બનતી‘જય હો સ્ટોરી ઓફ ભારત’ ડોક્યુમેન્ટીનું મહેરામણના કાંઠે ફિલ્માંકન

ભારતમાં 5 હજાર વર્ષ પહેલાની પ્રાચીન સભ્યતા અણનમ રહી છે અને અન્યો દેશોમાં લુપ્ત થવાના અારે છે ત્યારે જય હો સ્ટોરી અોફ ઇન્ડિયા ડોક્યુમેન્ટરી ફિલ્મના દ્રશ્યો ધોળાવીરા, કંડલા બંદર બાદ હવે બંદરીય શહેર માંડવીમાં પણ કંડારવામાં અાવી રહ્યા છે.જય હો સ્ટોરી અોફ ઇન્ડિયામાં અોપ્ટીમર્મ ટેલીવિઝન (લંડન)ની કંપની દ્વારા હડપા સંસ્કૃતિથી લઇને બંદરો પરની 5 હજાર વર્ષ પહેલાની સંસ્કૃતિ, સભ્યતાને કંડારવામાં અાવી રહી છે.

અેક સમયે માંડવી બંદર પણ વહાણવટાથી ધમધમતું હતું અને પ્રાચીન સભ્યતા ધરાવતા ભૂતકાળના માંડવીમાં વહાણના માધ્યમથી દેશ-વિદેશમાં અાવાગમન સાથે જહાજના બાંધણીનું કામ કસબીઅો ધોતિયો ધારણ કરીને કરતા હતા. અા ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ બંદર પર ધોતી પહેરીને કામ કરતા કારીગરનું શુટિંગ કરાયું છે.અા ઉપરાંત વૈશ્વિક ધરોહર ધોળાવીરા ઉપરાંત કંડલા બંદર પર દ્રશ્યો કંડારવામાં અાવ્યા છે. અા રીતે કચ્છ, ગુજરાત ઉપરાંત અન્ય જુદા-જુદા રાજયોના સાંસ્કૃતિક વારસાને કંડારવા માટે દેશના જુદા-જુદા સ્થળોઅે શુટિંગ કરાયું છે.

3 કલાકની ફિલ્મ 3 દિવસના અેપીસોડમાં બતાવાશે
કચ્છ ઉપરાંત દેશના જુદા-જુદા સ્થળોઅે શુટ થયેલી અા ડોક્યુમેન્ટરી અાગામી 15 અોગસ્ટના દિવસે જીટીવી સાથે ઇન્ટર નેશનલ ટીવછી પર 3 કલાક ફિલ્મ 3 દિવસમાં અેક-અેક કલાકના અેપીસોડમાં બતાવવામાં અાવશે. ડાયરેક્ટર ઉપમા ભટ્ટનાગર અને તેમની ટીમ દ્વારા કચ્છમાં ધામા નાખીને વિવિધ સ્થળોઅે દ્રશ્યો કંડારવામાં અાવી રહ્યા છે. અગાઉ અા ડાયરેક્ટરે ક્વિન લાઇન સાસણ ગીર ફિલ્મ કંડારી હતી.

અન્ય સમાચારો પણ છે...