તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:માંડવીના વોર્ડ નં 4 માં સાંસદના વિશ્વાસુ, ધારાસભ્યના PA વચ્ચે ટિકિટ માટે ટક્કર

માંડવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે ત્યારે હાલ રાજકીય હલચલ દિવસે દિવસ વધશે. માંડવીના ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ નગરપાલિકાની ચુંટણી આવતા વોર્ડ નંબર 4માં દાવેદારી નોંધાવતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે.લાંબા સમયથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અંગત મદદનીશ માંડવી મુન્દ્રા કાર્યાલયના ઇન્ચાર્જ વિનોદભાઈ થાનકી વોર્ડ નંબર ત્રણમાં રહેતા અને વોર્ડ નંબર 4માં પોતાની ઉમેદવારી નોંધાવી અને બાયોડેટા રજૂ કર્યો હતો. વોર્ડ નંબર ચારમાં એકમાત્ર સામાન્ય સીટ હોવાથી સાંસદના ખાસ કહેવાતા વિશાલ ઠક્કર ગત વર્ષે નગર સેવક તરીકે ટિકિટ મળી ન હોતા આ વખતે દાવેદારી નોંધાવી છે.

બંને સામસામે મજબૂત ટેકો ધરાવતા હોવાથી કોને ટિકિટ મળે છે તે જોવાનું છે.રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર એક અને ચાર પર પોતાની ઉમેદવારી નોંધાવનાર હવે માત્ર વોર્ડ નંબર ચારની સામાન્ય સીટ પર મોટા માથાઓ દાવેદારી નોંધાવતા નાના કાર્યકરોને કયા વોર્ડમાં ટિકિટ મળે છે તે જોવાનું છે,અને ત્યારબાદ કેટલો અસંતોષ વ્યાપે છે તે આખરી યાદી આવ્યા બાદ જ ખબર પડે.

ટિકિટ નહિ મળે તો માંડવી કોંગ્રેસ મહામંત્રીના પાર્ટીને રામ રામ
માંડવી શહેર કોંગ્રેસ મહામંત્રી અને લીગલ એડવાઈઝર વોર્ડ સંયોજક ગુલામ હુશેન અન્સારી વોર્ડ નં ત્રણમાં પોતાની દાવેદારી મજબૂત રીતે કરતા અને પાર્ટીના વડાઓને કહી ચુક્યા છે કે, ટિકિટ નહિ મળે તો કોંગ્રેસને રામ રામ કરી ત્રીજી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો છે. જેને કારણે માંડવી કોંગ્રેસના આગેવાન નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો