તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જુગાર રમ્યો છે કે, જુગાડ કર્યો છે અે તો અાવતા મહિનાના પ્રારંભે 2જી માર્ચના ખબર પડશે. પરંતુ, 36 બેઠકોની નગરપાલિકામાં ખુશાલ હંસરાજ જોશી, પ્રેમજી કાનજી કેરાઈ, ગીતાબેન પંકજ રાજગોર, જિજ્ઞેશ લાભુભાઈ કષ્ટા, પારસ ભુજંગી સંઘવી સહિત માત્ર 5ને રિપીટ કરાય છે.
ગત ચૂંટણીમાં પરાજિતોમાંથી હરેશ વેલજી વિઝોડા, વિજય હરજી ગઢવી, જશુબેન હિરજી હિરાણી અેમ 3ને ફરી નસીબ અજમાવવાની તક અપાઈ છે અને 3 ઉમેદવારોને 5 વર્ષના વિરામ બાદ ફરી ટિકિટ અપાઈ છે, જેમાં અબ્દુલ્લા અાદમ અોઢેજા, ધનવંતીબેન વેરશી ગરવા, કાદર સિદિક અોઠારનો સમાવેશ થાય છે. જોકે, અે સિવાય 31 નવા ચહેરાઅો મતદારો સામે મૂકી દીધા છે.
જિલ્લા પંચાયતની 4 બેઠક ઉપર નવા ચહેરા
માંડવી તાલુકામાં જિલ્લા પંચાયતની 4 બેઠક છે. જેના ઉપર નવા ચહેરા મૂકાયા છે. જ્યારે માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકમાં અવની જીતેન્દ્ર ભગત અને પ્રદ્યમનસિંહને રિપીટ કરાયા છે. તાલુકા પંચાયતના પ્રમુખ ગંગા કલ્યાણ સંઘાણીને જિલ્લા પંચાયતની ટિકિટ અાપવા પાછળ ધારાસભ્યના અાશીર્વાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
નાયબ મામલતદારની પત્નીઅે ઝંપલાવ્યું
માંડવીના હરેશ વાળા હાલે નલિયા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારની ફરજ બજાવી રહ્યા છે. તેમની જન્મભૂમિ માંડવી છે. વોર્ડ નંબર 2માં તેમની જ્ઞાતિના મતદારોની સંખ્યા વધુ છે, જેથી અેમની પત્ની ભારતી હરેશ વાળાઅે ભાજપમાંથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ છે. જેના કારણે કોંગ્રેસના હોંશ ઉડી ગયાનું ચર્ચાઈ રહ્યું છે.
વોર્ડ 4 અને 5માં જ્ઞાતિ ગણિતમાં ન બેસે અેવો દાખલો
વોર્ડ નંબર 4માં માત્ર 20 ટકા મુસ્લિમ વસતી છે. જ્યાં 1 મુસ્લિમ ઉમેદવાર હનીફ સાલેમામદ જતને ઉતાર્યો છે. બીજી તરફ વોર્ડ નંબર 5ના સલાયા વિસ્તારમાં 80 ટકા જેટલા 5 હજાર મુસ્લિમો છે. પરંતુ, 1 જ મુસ્લિમ ઉમેદવાર સિદિક
અાદમ માડવાણીને ટિકિટ અાપી છે, જેથી જ્ઞાતિ ગણિતમાં ન બેસે અેવા દાખલાથી પદ માંડવા તર્કવિતર્ક થયા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.