તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:માંડવી APMCમાં વેતનપંચ નીચું ઉતારાતા કર્મીઓના તહેવાર બગડ્યા

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેકમ ખર્ચ વધી જતાં હવે 3.25 કરોડ રિકવર કરાશે

માંડવીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફરજરત કર્મચારીઓને વર્ષ 2016થી છઠ્ઠા પગાર પંચ મુજબ વેતન ચૂકવાતું હતું પણ મહેકમ ખર્ચ વધી જતાં હવે પાંચમા પંચ મુજબ પગાર ચૂકવવાનો આદેશ કરાયો છે જેને લઇને કર્મચારીઓના સાતમ-આઠમના તહેવારો બગડશે. દુષ્કાળમાં અધિક માસની જેમ પગાર ઘટવાની સાથે 3.25 કરોડની રિકવરી પણ કરવામા આવશે.

વર્ષ 2016થી તમામ કર્મચારીને છઠ્ઠા પગાર પંચ મુજબ વેતન અપાતું હતું. દરમિયાન મહેકમ કર્ચ 40 ટકા કરતાં વધુ થઇ જતાં હવે પાંચમા પગાર પંચ પ્રમાણે વેતન આપવા અને તફાવતની રકમ કર્મચારીઓ પાસેથી વસુલવાનો હુકમ કરાયો છે. આ નિર્ણયના પગલે કર્મચારીઓના સાતમ આઠમ સહિતના તહેવારો બગડતાં કચવાટની લાગણી ફેલાઇ હતી. એપીએમસીમાં આવક કરતાં ખર્ચ વધી જવા માટે કર્મચારીઓ જવાબદાર ન હોવાની લાગણી સાથે આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા કર્મીઓએ મન મનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા એક કર્મચારીને તેના હક્ક મુજબની રકમ ન મળતાં મુખ્યમંત્રી સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરી હતી. આમ સંસ્થામાં ચાલુ નોકરીએ અને નોકરી છોડયા બાદ પણ મુસીબતોનો સામનો કરવો પડે છે તેવો ગણગણાટ કર્મચારીઓમાં સાંભળવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...