દુર્ઘટના:માંડવીમાં પાલિકાના સફાઈ કર્મીને આખલાએ ફંગોળતા ઘાયલ

માંડવી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલના કોન્વેમાં આખલાના પ્રવેશના બીજા જ દિવસે બની ઘટના

રવિવારે રાજ્યપાલનો કોન્વે રૂકમાવતી નદીના પુલ પરથી પસાર થયો ત્યારે અચાનક આખલો આવી જતા ગાડીની સ્પીડ ધીમી કરવાની ફરજ પડી હતી.તેના બીજા જ દિવસે \nસલાયા ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીને આખલાએ ફંગોળાતા અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી. જેથી તાબડતોબ સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અહીંની શાલીમાર કોલોનીમાં સફાઈ કરવા આવેલા પાલિકાના રોજમદાર કર્મચારી 54 વર્ષીય કાંતિકાકાને આખલાએ ફંગોળાતા અસ્થિભંગની ઇજાનો થઈ હતી જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરી ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી.દરમિયાન સલાયાના જાગૃત નાગરિક અકબર મંધરા, આશીફ સુમરાએ પાલિકા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે,કાંતિકાકા છેલ્લા 20 વર્ષથી નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરે છે.જેથી જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ છે ત્યાંસુધી તેમની હાજરી પુરાવી જોઈએ અને હોસ્પિટલનો તમામ ખર્ચ સફાઈના ઠેકેદાર દ્વારા માનવતાના રૂપે ચૂકવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.જેની ઉપરાછાપરી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે જેથી પાલિકા પગલા ભરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...