કાર્યવાહી:ગુંદિયાળી અને શેખાઈ બાગ વાડીમાં 100 ઝેરી મધપુડા યુવાનોએ દૂર કર્યા

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાબદાર તંત્રે કાર્યવાહી હાથ ન ધરાતા અંતે ગ્રામજનોએ સરકારી કામો કર્યાં

19 ઓક્ટોબરના મુંબઇથી વતન અાવેલા 34 વર્ષીય યુવાન હિરેન કરશનદાસ મોતાનું મધમાખી કરડતા કરૂણ મોત થયું હતું. મધમાખી કરડતા તેઅોને પ્રથમ માંડવી, ભુજ બાદ અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. તેમનું કરૂણ મોત થતા તમામ જવાબદાર તંત્ર અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા અંતે ગ્રામજનો યુવાનો દિવસના સર્વે કરીને રાત્રિના ભાગે 100 જેટલા ઝેરી મધમાખીના મધપૂડા દૂર કરવામાં આવ્યા હતા. હજી એટલાજ મધપુડા અડીખમ રહ્યા છે.

બાગ અને ગુંદીયાળી પશુધનમાં ગાય ભેસને પણ ઝેરી મધમાખી કરડતા માંડવી તાલુકાના ગુંદિયાળી અને શેખાઈ બાગ વાડી વિસ્તારમાં જંગલી ઝેરી મધમાખીના 200 જેટલા મધપુડા લોકોના જીવનો જોખમી બન્યા છે. જેના પગલે તંત્રને રજુઆત કરવા છતા ધ્યાન નહિ આપતા અંતે ગામના યુવાનો રાત્રીના 100 જેટલા ઝેરી મધમાખીના મધપુડા દૂર કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...