વેક્સિનેશન:સલાયામાં રસી બાબતે અજ્ઞાનતા દૂર થઇ : 104 લોકોએ વેક્સિન લીધી !

માંડવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અપપ્રચારના લીધે ગામ લોકો રસી લેતા ડર અનુભવતા હતા

માંડવી તાલુકાના સલાયા વિસ્તારમાં કોરોના વેક્સિન લેવામાં અજ્ઞાનતા દૂર થવાથી અેક દિવસમાં 62 પુરુષો અને 42 મહિલાઅો સહિત કુલ 104 લોકોઅે રસી લીધી હતી. બીજો રાઉન્ડ 10 જુનના નક્કી કરાતા ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો રસી માટે અાગળ અાવે તેવી સંભાવના છે.

સોશિયલ મીડિયાના લીધે રસી બાબતે કચ્છના વિવિધ ગામોમાં અફવા ફેલાયેલી છે. લોકોને રસી અંગે વિવિધ શંકાઅો હતી. પરંતુ હવે અા અજ્ઞાનતા દૂર થઇ રહી છે. સલાયામાં પણ રસી અંગે લોકો અપપ્રચારનો ભોગ બન્યા હતા. પરંતુ જાગૃતી કેળવવામાં અાવતા લોકો હોશેહોશે રસી લેવા તૈયાર થયા છે. શનિવારે પ્રથમ કેમ્પમાં 104 લોકોઅે રસી લીધી હતી. ગામમાં મે માસમાં 45 લોકોના બીમારીના લીધે અવસાન થયા હતા.

અા અંગેનો અહેવાલ ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા ભડાલા સમાજના પ્રમુખ હાજી અામદભાઇઅે કોરોનાને હરાવવા માટે ગામમાં ખાસ રસીકરણના કેમ્પનું અાયોજન કર્યું હતું. હવે 10 જૂનના ગુરૂવારના સલાયા ખાતે બીજા કેમ્પની જાહેરાત કરવામાં અાવી હતી. સલાયાથી દૂર રહેતા અને વતનની ચિંતા કરતા કાસુભાઇ જાફરાબાદીઅે 15થી 21 મે સુધી છ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી હતી. હવે સંક્રમણ દૂર થતા રસી લેવા માટે પણ અપીલ કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...