તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:માંડવી બીચ પર કરોડોના ખર્ચે ટેન્ટ ઊભા થઇ જાય તો દર્દીઓ માટે સુવિધા કેમ નહી !

માંડવી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ હોસ્પિટલમાં બેડ નથી ત્યારે આવી રીતે ટેન્ટ બાંધી સારવાર ચાલુ કરી શકાય

માંડવીમાં ગત વર્ષે પ્રવાસનને વેગ અાપવા કરોડોના ખર્ચે ટેન્ટ સિટી બનાવીને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બે માસ માટે ખુલ્લા મુકવામાં અાવ્યા હતા. ત્યારે અાવેલા મુખ્યમંત્રીઅે દર વર્ષે બીચ ફે્સ્ટીવલ યોજાશે તેવી જાહેરાત કરી હતી. પણ હાલ કોરોનાના કારણે પ્રવાસીઅો તો અાવી ન શકે પરંતુ કોરોનાના દર્દીઅોને સારવાર માટે ક્યાંય જગ્યા મળતી નથી ત્યારે માંડવીમાં અાવી રીતે તંબુઅો ઊભા કરી સારવાર માટે વિકલ્પ ઊભા કરી શકાય તેમ છે.

13 ફેબ્રુઅારીના વ્હાઇટ સેન્ડ બીચ વર્લ્ડ ટુરીઝમ અેટ્રેક્શન બનાવા માટે બે માસ માટે ખુલ્લો મુકવા માટે કરોડોનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં અાવ્યો હતો. હાલની પરિસ્થિતિ કોરોનામાં ગંભીર બાબત અેવી બહાર અાવા પામી છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બેડ ખાલી નથી. જેના પગલે દર્દીઅો પરેશાન થઇ રહ્યાં છે.

બીચ ખાતે સરકાર ટેન્ટ સિટી માટે કરોડ રૂપિયાનો અાંધણ કરીને તાયફો કરવામાં અાવે છે. ત્યારે હાલમાં કોરોનાના દર્દીઅોની સારવાર કરવા માટે બીચ ખાતે હંગામી ટેન્ટ ઉભા કરીને સારવાર મળે તેવી માંગ વિપક્ષી તાલુકા પંચાયતના નેતા અરવિંદસિંહ જાડેજા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો