તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તવાઇ:માંડવીમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાયા પણ જવાબદારોને દંડ ન ફટકારાયો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવીમાં સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે આયોજકો દ્વારા યોજાયેલા કાર્યક્રમ બદલ પોલીસે ગુનો નોંધ્યા બાદ જૈન સમાજ પર બીજી તવાઇ ઉતરી હતી જેમાં સાધુ-સાધ્વીઓને આવકાર આપતા 150થી 200 જેટલા હોર્ડિંગ્સ પાલિકા દ્વારા ઉતારી લેવાયા હતા. જો કે, હોર્ડિંગ્સ લગાવનારા જવાબદારોને દંડ ન ફટકારાતાં કોઇ રાજકીય દબાણ કામ કરી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

શહેરની અંદર અને બહારના વિસ્તારમાં પાલિકાના વીજ પોલ પર જૈન સાધુ-સાધ્વીજીઓનું સ્વાગત કરતા હોર્ડિંગ્સ બિન અધિકૃત રીતે લગાવાયા હોવાના સમાચાર પ્રકાશિત થતાં હરકતમાં આવેલા ચીફ ઓફિસર સંદીપ રાડિયાએ તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ આપ્યો હતો જેને પગલે પાલિકાના કર્મચારીઓ ધંધે લાગ્યા હતા અને 150થી 200 જેટલા જાહેરાતના બોર્ડ ઉતારી લેવાયા હતા. બીજી બાજુ હોર્ડિંગ્સ લગાવનારા સામે દંડની કાર્યવાહી કરવાનું ટાળવામાં આવ્યું હતું જેની પાછળ કોઇ રાજકીય દબાણ કામ કરી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ધામધૂમ સાથે કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને એકઠા કરીને કોરોનાને જાહેર આમંત્રણ અપાઇ રહ્યું હોવાનું જણાતા પોલીસે મૂળ આયોજકોના બદલે કેટલાક સામાન્ય નોકરિયાતો સામે ગુનો નોંધ્યો હોવાનો ગણગણાટ જૈન સમાજમાં સાંભળવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...