તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:સમુદ્ર માર્ગે પ્રવાસ ખેડનારા શિપ મોડેલકારની ગોલ્ડન સફર

માંડવી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંડવીના કાષ્ઠ કલાકારને ગોલ્ડ મેડલ

70 વર્ષથી દેશ-વિદેશના સમુદ્રી માર્ગે પ્રવાસ ખેડનારા માંડવીના કાષ્ઠ કલાકારને ભારત સરકારના ડી.જી. શિપિંગ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં અાવ્યા છે.90 વર્ષીય શિવજી ભુદા ફોફન્ડી 20 વર્ષની ઉંમરથી જહાજી ઉદ્યોગના વ્યવસાયમાં જોડાયા હતા. કાષ્ઠ કલામાં માહીર અેવા શિવજીભાઇને વધુ અેક વખત ભારત સરકારના સમુદ્રી પરિવહન મંત્રાલયના કેપ્ટન સંતોષકુમાર અેસ. દરોકર દ્વારા ગોલ્ડમેડલથી સન્માનિત કરવામાં અાવ્યા છે. બે હજાર જેટલા કાષ્ઠના શિપ મોડેલમાં ત્રણ ઇંચના, ત્રીસ ગ્રામથી લઇને બે ટન વજન ધરાવતા 20 ફૂટ લંબાઇના મોડેલ તૈયાર કરનારા શિવજીભાઇ કળાની વિશેષ નોંધ લેવાઇ છે.

દેશ-વિદેશના મ્યુઝિયમમાં કાષ્ઠ મોડેલ મુકાયા
દેશ-વિદેશના ખ્યાતનામ મ્યુઝિયમમાં કાષ્ઠ કલાના શિપ મોડેલ અાપીને કચ્છને ગાૈરવ અાપનારા શિવજીભાઇના શિપ મોડેલ રાષ્ટ્રપતિ ભવન, મસ્કતના સુલતાન, હાજી કાસમ વીજળીનામાલિક દ્વારા ચાલતા મરીમ મ્યુઝિયમ બેલાપુર મહારાષ્ટ્ર ખાતે ડંગી, જલતરણ, તારણ હાર, ફતેહવાડ, બતેલા, તૃતકડા, બરજા સહિતના મોડેલ મુકવામાં અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો