તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી બંદરના અચ્છે દિન:ચાર વર્ષ બાદ ધમધમાટ, જહાજોનું કામ શરૂ

માંડવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષથી અટકેલું કેનાલના ડ્રેજિંગનું કામ ભારે વરસાદે કર્યું !
  • જીવંત બનેલા બંદર પર લોકો લટાર મારતા જોવા મળ્યા

એક સમયે જાહો જલાલી ધરાવતા માંડવી બંદર પ્રત્યે જાણે ઓરમાયું વર્તન થતું હોય તેમ છેલ્લા 17 વર્ષથી કેનાલના ડ્રેજિંગ માટે થતી માગણી સંતોષાતી ન હતી પણ ચોમાસામાં પડેલા ભારે વરસાદથી કેનાલનો કચરો સાફ થઇ જતાં હાલે જેટી પર જહાજોનું મરંમત કામ શરૂ થવાથી ધમધમાટ જોવા મળે છે. ચાર વર્ષ બાદ પોર્ટ ફરી જીવંત બનતાં લોકો માટે જોણું બન્યું છે.

ડ્રેજિંગના અભાવે પોર્ટ પર નાના-મોટા જહાજો પ્રવેશ કરી શકતા ન હોવાની સંબંધિત તંત્રને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી આ દિશામાં કોઇ કાર્યવાહી ન કરીને અન્યાય કરાયો છે તેવો આક્રોશ વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ સિધિક થૈમે વ્યક્ત કર્યો હતો. જો કે, ચોમાસમાં અતિ ભારે વરસાદ થતાં રૂકમાવતી નદી ચાર વાર ઓવર ફ્લો થવાથી તેના ધસમસતા પાણીએ કેનાલને સાફ કરી નાખી હતી.

કેનાલની રેતી પાણીના વહેણમાં વહી જતાં કુદરતે ડ્રજિંગનું કામ કર્યું હતું. કેનાલમાં આવવાનો માર્ગ મોકળો થતાં હાલે જેટી પર જહાજોનું મરંમત કામ શરૂ કરી દેવાયું છે. ચાર વર્ષ બાદ બંદર ફરી ધમધમતું થતાં જાણે જોણું બની ગયું હોય તેમ લોકો લટાર મારતા જોવા મળે છે.

પોર્ટની આવક શૂન્ય હોતાં તંત્ર ઉદાસીન
સ્થાનિક પોર્ટ પ્રશાસનને કોઇ આવક ન હોતાં તેમજ જહાજોના નિયમિત અવાગમનનો અભાવ હોવા છતાં વડી કચેરીએથી ડ્રેજિંગ માટે પ્રયાસો કરાયા હતા પણ નીચા ભાવના કારણે કોઇ ઠેકેદાર આગળ આવ્યા ન હતા તેમ પોર્ટ ઓફિસર આર. સી. પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...