તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી નગર પાલિકાની ગત ચૂંટણીમાં 1339 જેટલા મતની સરસાઇથી વિજેય સાથે વિપક્ષી ઉપનેતા બનેલા કોંગ્રેસના આગેવાનનને પક્ષે ટિકિટ ન આપતાં રાજીનામું ધરી દેતાં રાજકારણ ગરમાયું હતું. વોર્ડ નં. 2માં ચૂંટણી લડવા ઇચ્છુક બાલુભાઇ રાયશી સીજુની માગ મુજબ ટિકિટ ન અપાતાં તેમણે પક્ષમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જિલ્લા પ્રમુખને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, નિષ્ઠા પૂર્વક અને બેદાગ ફરજ બજાવવા છતાં તેમની ઉપેક્ષા કરવામા આવી છે. પાર્ટીના કેટલાક કાર્યકરો સ્વાર્થ ખાતર કામ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરતાં તેમણે પક્ષથી છેડો ફાડ્યો છે તેમ જણાવ્યું હતું.
શહેર ભાજપ 7 હોદ્દેદારોના રાજીનામા લેવાયા
ભાજપની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી લડનારા હોદ્દેદારોએ તેમના હોદ્દાનો ત્યાગ કરવાનો રહે છે તદાનુસાર શહેર ઉપપ્રમુખ વિજય ચૌહાણ, ખજાનચી લાંતિક શાહ, મંત્રી ગીતાબેન ગુંસાણી, હરેશ વિંઝોડા, ધનવંતીબેન ગરવા, મહામંત્રી રાજેશ કાનાણી ઉપરાંત પરેશ ભોદારના ભાભીને ટિકિટ ફાળવાતાં તમામના હોદ્દા પરથી રાજીનામા લેવાયા હતા. આ પદ ખાલી પડતાં અન્યોને નિમણૂક અપાશે તેમ ઉદય ઠાકરે જણાવ્યું હતું.
એકનું ફોર્મ રદ્ થતાં હવે કોંગ્રેસના 35 ઉમેદવાર મેદાનમાં
શહેરના વોર્ડ નં. 8માં કોંગ્રેસના ઉમેદવાર પારસ કષ્ટાના ફોર્મમમાં રહેલી અધૂરાશ છેવટ સુધી પૂર્ણ ન થતાં ફોર્મ રદ્દ કરાયું હતું. આમ હવે સુધરાઇની ચૂંટણીમાં પક્ષના 35 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. બે અપક્ષ શિવજી મકવાણા અને ગીતાબેન મદારીના ફોર્મ પણ અમાન્ય ઠર્યા હતા.
કોંગ્રેસના બે ઉમેદવાર સામે ચૂંટણી અધિકારી ફરિયાદી બનશે
કોંગ્રેસ વતી ઉમેદવારી કરનારા પરસોતમ ખારવા અને સંજય બિજલાણીએ પોતાના ફોર્મમમાં ગુનાની વિગતો છૂપાવી હોવાનું ધ્યાને ચડ્યું હતું, નિયમોનુસાર તેમના ફોર્મ રદ્દ નથી કરાયા પણ તેમના સામે ચૂ઼ટણી અધિકારી ગુના છૂપાવા અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરશે તેમ જાણવા મળ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.