તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોફાન નડી ગયું:કાર્ગો ખાલી કરાવતા માંડવીના બે સહિત ચાર જહાજ માલિકને આર્થિક ફટકો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 સપ્ટેમ્બર બાદ મંજૂરી મળેથી જ જહાજ વિદેશ જઇ શકશે
  • યમન જવા નીકળેલા જહાજ દરિયો તોફાની બનતા કરાચીથી પરત

યમન જવા નીકળેલા માંડવીના બે સહિત કુલ ચાર જહાજ કરાચી નજીક સમુદ્રી તોફાનમાં ફસાતા જાનમાલની નુકસાનીથી બચવા માટે પરત ફર્યા હતા, જેથી અા જહાજો પરથી જનરલ કાર્ગો ખાલી કરાતાં જહાજ માલિકોને અાર્થિક ફટકો પડ્યો છે. બંદરીય શહેર માંડવીમાં પ્રવેશતાં જ જહાજના દર્શન અચૂક થાય. જહાજી ઉદ્યોગ સમાન માંડવીના બે જહાજ અલીશા, ફેજાને મામદ અને તેમની સાથે જામનગરના હરીપ્રસાદ, હરી દર્શન, મુન્દ્રાના જૂના પોર્ટ પરથી ચોખા અને જનરલ કાર્ગો ભરીને યમન જવા રવાના થયા હતા.

બે દિવસ બાદ કરાચી પાસે દરિયો તોફાની બનતાં અા ચારેય જહાજ તા.25-5ના મુન્દ્રા પોર્ટ પર પરત અાવ્યા હતા. જો કે, તા.1 જૂનથી દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાતાં જહાજ માલ લોડિંગ કરાયેલા હોવાથી અને પાણીનો ડ્રાફ સ્થાનિક પોર્ટ પર ન મળતાં અંતે ચારેય જહાજ પરથી 6 હજાર ટન માલ ખાલી કરવાનો લાખોનો ખર્ચ જહાજ માલિક પર અાવ્યો છે, જેથી દુષ્કાળમાં અધિક માસ જેવા તાલ સર્જાયો છે.

તા.1 સપ્ટેમ્બર બાદ જહાજને પરવાનગી મળેથી જ વિદેશ જઇ શકશે તેવામાં જહાજમાં માલ ખડકવામાં અાવ્યા બાદ પરત મુન્દ્રા ખાલી કરાતાં ડીઝલ, મજૂરી ખર્ચ વગેરે પાછળ જહાજ માલિકને અાર્થિક ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...