મારામારી:માંડવી તાલુકાનાં બૌધાનમાં સમાધાન થયા બાદ બે પરિવારો વચ્ચે ફરી મારામારી થઇ

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાનાં બૌધાન ગામે મારામારીની ઘટનામાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં બૌધાન ગામે કુંભાર ફળિયામાં રહેતા હરીશભાઈ બાલુભાઈ માછી અને ઇમ્તિયાઝ યાકુબ પટેલ સાથે ગત તા-28 મે ની રાત્રિ દરમિયાન ઝગડો થયો હતો. જે બાબતે બંને વચ્ચે ગામના આગેવાનોએ સમજૂતી કાઢતા સમાધાન થયું હતું. ત્યારબાદ શુક્રવારના રોજ હરીશભાઈ બૌધાન ગામે આવેલ ઇમ્તિયાઝ પટેલના સર્વે નંબર-579 વાળા ખેતરે સમાધાન માટેની વાતો કરવા ગયા હતા તે દરમિયાન ઇમ્તિયાઝ પટેલ અને યાકુબ પટેલ તથા વાડીમાં કામ કરતો રાકેશે હરીશભાઈને પકડી લાકડાના ફટકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી હરીશભાઈએ આ ત્રણે વ્યક્તિઓ વિરુધ્ધ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે ઇમ્તિયાઝ યાકુબ પટેલે પણ હરીશભાઈ માછી વિરુધ્ધ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ઇમ્તિયાઝ પટેલ અને હરીશભાઇ વચ્ચે બે દિવસ અગાઉ 28 મી તારીખે ઝગડો થયો હતો. જે બાબતનું સમાધાન થયું હતું. ઝગડાની અદાવત રાખી શુક્રવારના રોજ તેઓ કેરી કેરેટમાં ગોઠવી રહ્યા હતા. તે દરમિયાન હરીશભાઈ માછી ત્યાં હથિયાર લઈ આવ્યા હતા. અને ઇમ્તિયાઝ પટેલને હાથના ભાગે મારી દીધી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માંડવી પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...