સુરતમાં થયેલા હત્યાના બનાવને લઇને ભાજપના રાજમાં મહિલાઓ ભયભીત બની છે તેવા આક્ષેપો સાથે માંડવીમાં કોંગ્રસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો વીડિયો વાયરલ થયો હોવા છતાં સમગ્ર પ્રકરણમાં ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે તેવા આક્ષેપો પક્ષ દ્વારા કરાયા હતા. શિક્ષણક્ષેત્રે અસફળ શાસકો પેપર લિક કૌભાંડમાં માહિર હોય તેમ જણાય છે તેમ કોંગ્રી આગેવાનોએ કહ્યું હતું.
જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની તળે તાલુકા અધ્યક્ષ ખેરાજ ગઢવી, કલ્પનાબેન જોશી, મોહન રામાણી, વલ્લભ વેલાણી, અરવિંદસિંહ જાડેજા, રૂકસાના કુરેશી, અનિલ મારાજ, ભોલુ શેઠ વિગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.