તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પાણી મુદ્દે માંડવી તાલુકાના ખેડૂતો આકરા પાણીએ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ માટે નર્મદાના નીર નહીં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી
  • તાલુકા ભારતીય કિસાન સંઘની જખણિયા ખાતે મળેલી સભામાં જગતના તાતનો હુંકાર

માંડવી તાલુકામાં ઉદ્યોગ નહીં, કંપની નહીં માત્રને માત્ર ખેતી આધારીત આજીવિકા મેળવતા કિસાનો સમક્ષ લાંબા સમયથી કરાતી નર્મદાના નીર આપવાની લોભામણી જાહેરાતોનું બાષ્પીભવન થઇ જાય છે ત્યારે હવે નર્મદા નહેરનું પાણી નહીં મળે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો હુંકાર તાલુકાના ખેડૂતોએ કર્યો છે. માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત, મુન્દ્રા સહિત પશ્ચિમ કચ્છના પાંચ તાલુકાને કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલના પાણી ન મળતાં પાંચ લાખ એકર જમીનને સિંચાઇનો લાભ મળતો નથી. માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘની જખણિયા વાડી વિસ્તારમાં મળેલી સભામાં પ્રમુખ પરષોત્તમ રતનશી પોકારે નર્મદાના પાણી નહીં તો આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત નહીં તેવો હુંકાર કર્યો હતો.

કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆત મુજબ ટેકાના ભાવથી નીચે ઉત્પાદન ન વેંચાય, જે વેપારી વ્યવસાય કરવા ઇચ્છે તેનું રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ફરજિયાત રજિસ્ટ્રેશન, બેંક સિક્યુરિટી, કૃષિ ન્યાયાલયની રચના, આવશ્યક ચીજ વસ્તુઓના સ્ટોક નિયંત્રણની છૂટ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા વાળી કંપનીને કિસાનનો દરજ્જો ન આપવા માગ કરાઇ છે. બેઠકમાં પ્રદેશ પ્રતિનિધિ વિઠ્ઠલભાઇ ભીમાણી, કુરાભાઇ ચૌધરી, જિલ્લા સંયોજક લક્ષ્મણભાઇ, કિશોર વાસાણી, પ્રભુભાઇ દરગા સહિત તાલુકાની 40 ગ્રામ સમિતિના મોવડીઓ હાજર રહ્યા હતા.

બેઠકામાં આ મુદ્દા પર વિચાર-વિમર્શ કરાયો
મગફળીના વાજબી ભાવ મળે, સ્થાનિકેથી ખરીદી કરાય, સિંચાઇના ભાવ સમાન રાખવા મુદ્દે ખેડૂતો સહમત થયા હતા. વધુમાં તાલુકામાં 40 ગ્રામ સમિતિને સક્રીય કરવા માટે સદસ્યતા અભિયાન ટૂંક સમયમાં ચાલુ કરવા નક્કી કરાયું હતું.

સધર્ન લીંક કેનાલ યોજના નાબુદ કરવાનો ખેલ
ગુંદિયાળી ડિસેલીનેશન પ્લાન્ટના કારણે પાંચ તાલુકાને નર્મદાના પાણી ન મળે તે માટે સધર્ન લીંક કેનાલ યોજના નાબૂદ કરવા ખેલ ખેલાઇ રહ્યો છે. કચ્છનું ખમીર નહીં જાગે તો ફરી અન્યાય થશે એમ નર્મદા લડતના લખમશી વાડિયાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો