તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:નૌગામા સહકારી દૂધ મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

માંડવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 કરોડથી વધુનું ટર્નઓવર, પશુપાલકો માટે અનેક નિર્ણય

માંડવી-કીમ રોડને અડીને આવેલા નૌગામા ગ્રામજનો માટે આશિર્વાદરૂપ ગણાતી દૂધ ઉત્પાદક સહાકરી મંડળીની સામાન્ય સભા બાદ મળેલી કારોબારીમાં પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

માંડવી તાલુકાના નૌગામા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી મગનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં એજન્ડાના કામ મુજબ હોદ્દેદારોની વરણી પ્રમુખ તરીકે રામુભાઈ ભીખાભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ મોહનભાઈ પટેલની વરણી થતાં સૌએ અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ જ સંસ્થા દ્વારા કોરોના કાળમાં પીએમ તથા સીએમ ફંડમાં 1 લાખથી વધુ રકમનું દાન કરાયું હતું. પારદર્શક અને સફળ વહીવટના કારણે પશુપાલકોના હિત માટે અનેક નિર્ણયો લેવાતા હોય છે. દૂધ મંડળી દ્વારા રસાયણિક ખાતર જેવી પણ સુવિધાઓ આપવામાં આવે છે. ઉપરાંત પશુઓ માટે વીમા યોજનાનું પણ અમલીકરણ કરી પશુપાલકને વધુ સમૃદ્ધ બનાવવા શાસકો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો