તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંડવીમાં બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવતી મહિલાને મૃત બતાવી ખોટી સહી કરી આચર્યું કૃત્ય
  • જમીન લેનાર અને વેચનાર સામે ગુનો નોંધવા પોલીસને ધા

માંડવીમાં આવેલી જમીનના માલિકની પત્નિ જીવતી હોવા છતાં તેને મૃત બતાવીને તેની જગ્યાએ ખોટી સહી કરી બોગસ દસ્તાવેજ બનાવીને તેને ખરા તરીકે ઉપયોગમાં જમીન પચાવી પાડવાના કારસામાં જમીન લેનાર અને વેચનાર તેમજ સહિતનાઓ સામે કાર્યવાહી કરવા માંડવી પોલીસ અધિકારી પાસે લેખિત રજુઆત કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના બકાલી અમીનાબાઇ ઓસમાણ પોલીસ ઇન્સ્પેકટર માંડવીને સંબોધીને તેમની માલિકીની માંડવી ખાતે આવેલી જમીનમાં પ્લોટ પાડી કબજો જમાવાનો પ્રયાસ થયો છે. જેમાં એસઆરસી બિલ્ડર્સ અને ડેબલોપર્સના પ્રોપરાઇટર શૈલેશભાઇ છેડા સહિતનાઓએ જમીન માલિકની પુત્રી અમીનાબાઇ ઓસમાણ જીવીત હોવા છતા તેમના મરણ પ્રમાણ પત્ર, તથા અન્ય વારસદારોના હકજતા અંગેનું લખાણ સહિતના આધારો રજુ કરીને બોગસ દસતાવેજ ઉભા કરી વેચનાર તરીકે પાવરદાર નીતીન રમણીકલાલ માંડણીયાએ સહિ કરીને જમીન લેનાર કરશન વાલજી વેલાણી, દેવજી નાનજી પટેલ, દોશી નાનાલાલ મંગનલાલ, દોશી રમણીકલાલ ભીમજી, લખમશી પ્રેમજી પટેલ સહિતનાઓએ જેતે વખતના એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરીના અધિકારીઓ સાથે મળીને જમીન પચાવવાના ઇરાદે બોગસ દસ્તાવેજ ઉભા કરી ગુનાહિત કૃત્ય કર્યું છે. ઘટનાની જાણ થતાં વકિલ માર્ફતે અમીનાબેને માંડવી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...