તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મૂળ બિદડા (માંડવી)ના સપૂત દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપીને ન માત્ર પશ્ચિમ બંગાળ પરંતુ દેશના રાજકારણમાં હલચલ મચાવી છે, ત્યારે 2012માં યુપીએ સરકારમાં તેઓ રેલવે મંત્રી હતા ત્યારના બે કિસ્સા કચ્છી માડુઓના મનમાં હજુ ગઇકાલની જ ઘટના હોય તેમ ઘૂમરાઇ રહ્યા છે. એક તો તેમણે રેલવે બજેટમાં કચ્છમાં (કંડલામાં) કોચ ફેક્ટરી સ્થાપવાનું જાહેર કરતાં કચ્છવાસીઓ ભાવિ વિકાસની કલ્પનાથી ખુશ થઇ ગયા હતા, પરંતુ સત્તાપલ્ટાને પગલે એ મહત્વની યોજનાનો છેદ ઊડી ગયો હતો, બીજું એ કે તેમણે રેલવે ટિકિટના દરમાં બહુ જ સમજણ પૂર્વક વધારો કર્યો હતો
મમતાએ રાજીનામું માગી લીધું હતું
તેમજ લાલુપ્રસાદ યાદવે રેલવે પ્રધાન તરીકે કેટલીક ખેરાતો કરીને ઉપરથી સારૂં દેખાતા બજેટમાં, વાસ્તવમાં ભારતીય રેલવેને આર્થિક ખાડામાં ઉતારી દીધી હતી તેને સુધારવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હોવાનું દેશના બૌધ્ધિકો માનતા હતા, પરંતુ રાજનીતિમાં ક્યારેક સારી વાત ખટકી જતી હોય, એ ધોરણે મમતા બેનરજીએ તેમનું રેલવે પ્રધાન પદ પરથી રાજીનામું લઇ લીધું હતું. એ વાતનો ખટકો કદાચ જેતે સમયે જ તેમના મનમાં રહી ગયો હશે,
પરંતુ એક શાણા રાજકારણી અને સારી વ્યક્તિની રીતે તેઓ આ મોટો આંચકો પચાવી ગયા હતા તેવું કચ્છના મોટાભાગના લોકો આજે પણ માની રહ્યા છે. ટુંક સમયમાં ભાજપમાં જોડાઈ રાજ્યસભામાં ઊભા રાખી, ફરીથી ભાજપ તરફથી તેમની સેવાનો લાભ લેવામાં આવે તેવી અટકળો પ્રબળ બની છે.
કચ્છના પ્રવાસ પૂર્વે મોદીએ કહ્યું ‘ભાજપમાં તમારું સ્વાગત છે’
દિનેશભાઈ હીરાલાલ ત્રિવેદી બિદડા ટ્રસ્ટમાં ચીફ પેટ્રન હોવાથી છ ફેબ્રુઆરીના કચ્છ મુલાકાતે આવવાના હતા, જે સંદર્ભે રતનવીર નેચર ક્યોરના ચેરમેન હેમંતકુમાર રાંભિયા સાથે મુંબઈથી કચ્છનો પ્રવાસ નક્કી થયો હતો, તે વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિનેશ ત્રિવેદીને ભાજપમાં તમારું સ્વાગત છે,તેવું આમંત્રણ આપતા પોતાની રાજકારણની નવી ઇનિંગ્ ભાજપની ટીમમાંથી કરવાનું મન મનાવી લીધું છે. બિદડા ખાતે સાડા ત્રણ હજારથી વધુ દાડમનું ફાર્મ ધરાવે છે તેમજ અમદાવાદ ખાતે પોશ વિસ્તારમાં રહેણાંક છે.
કચ્છમાંથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા
દિનેશભાઈ ત્રિવેદી સ્વાસ્થ્ય મંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત 1980 થી રાજ્યસભામાં ગુજરાતમાંથી ચુંટાયા હતા. 1996ની લોક સભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પુષ્પદાન ગઢવી સામે લડ્યા હતા, જ્યાં તેમની હાર થઈ હતી. 1998માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના થતા પાર્ટીના મહા સચિવ બન્યા હતા. 2009માં બંગાળના બરાકપુર સીટ પર લોકસભા લડ્યા અને બે વખત જીત્યા હતા. 2019 માં
હાર્યા અને 2020માં રાજ્યસભામાં મુકાયા. 12 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.