તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:બાંધકામના નવા નિયમ ઓડીપીએસ-2માં સુધારો કરવા એન્જિનિયરોની માંગ

માંડવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસો. ઓફ સિવિલ એન્જિ. એન્ડ આર્કિટેક્સ માંડવી દ્વારા આવેદન અપાયું

એસોસિએશન ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્સ-માંડવી દ્વારા ગુજરાત સરકારના 15 મીટર સુધીની ઉંચાઈ ધરાવતા બાંધકામો માટે ઓડીપીએસ-2માં જરૂરી સુધારો કરવા અને તેના નિરાકરણ માટે માંડવીના વહીવટદાર સંદિપસિંહ ઝાલાને આવેદનપત્ર અપાયું હતું.

આવેદનપત્રમાં ગુજરાત સરકાર દ્વારા બાંધકામ પરમિશનમાં ઝડપ, પારદર્શિતા અને સરળીકરણ લાવવાના આશયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં 15 મી. સુધીની ઉંચાઈ ધરાવતા બાંધકામો માટે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ-૨ તા.2-12થી અમલમાં મુકાઇ છે. જે મુજબ તમામ અરજદારોએ ઈ–નગર પોર્ટલ ઉપર વિકાસ પરવાનગીની અરજી રજૂ કરવાની રહે છે.

ઉપરોકત રજુ કરવાના પુરાવાઓ તેમજ અન્ય પેરામીટર્સ પર્સન ઓન રેકડ ધ્વારા સંચાલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિમયો–2017ની જોગવાઈઓ મુજબ નકશામાં સૂચિત આપવાની જોગવાઈ કરેલ છે. પરિપત્રમાં એનેક્ષર-ડી અને ઈમાં દર્શાવ્યા મુજબ પર્સન ઓન રેકોર્ડના માથે નાખવામાં આવે છે, જેમાં તમામ જવાબદારીઓ તેમજ રેવેન્યુ રેકર્ડ અને ફાઈનાન્સીયલ જવાબદારી તથા પર્સન ઓન રેકર્ડ ઉપર ફોજદારી ગુનો સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બાબતે અમો ઉપરોકત એનેક્ષર ડી અને ઈ રજુ કરવાના બાબતનો સખત વિરોધ કરીએ છીએ, તેમજ પર્સન ઓર રેકોર્ડ ધ્વારા રજુ કરવાની બાહેધરી રદ કરવાની અથવા જરૂરી સુધારા કરવા માંગ કરાઇ છે. આવેદન આપતી વેળાએ એસો. પ્રમુખ શંકરભાઈ ઠક્કર, મંત્રી રાજેશભાઈ દોશી, ઉપપ્રમુખ મનોજભાઈ મકદાણી, સહમંત્રી મિતલભાઈ સંઘવી, ગૌરવભાઈ સંઘવી વિગેરેએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો