ભુજ:દરશડી કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફેરવાયું

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના દરશડીના આધેડનું મોત થયા બાદ તેના પરિવારના ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય અને પોલીસની ટીમ ધસી આવી હતી અને ગામને કન્ટઇન્મેન્ટ કરાયું હતું. કુંટુંબના કુલ્લ 16 લોકોને માંડવી ખાતે ક્વોરન્ટાઇન કરાયા હતા. જિલ્લા આરોગ્ય વડા ડો. પ્રેમકુમાર કન્નર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. પાસવાને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડીવાયએસપી જે. એન. પંચાલની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

કોરોના જાહેર થયો હોય અને તરત મૃત્યુ નિપજ્યું હોય તેવા સતત બે દિવસમાં બે કિસ્સા
માંડવી તાલુકાના દરશડીના આધેડનો બુધવારે સાંજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રાત્રે તેમનું મોત થયું હતું. તો ગુરૂવારે પરોઢિયે રાપરના સગર્ભાનો જીવનદીપ બુઝાયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ સતત બે દિવસમાં કોરોના અને મોત જાહેર થયા હોય તેવા બે કિસ્સા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...