તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમી એકતાની અનોખી મિશાલ:નાના ભાડિયામાં મંદિરની બાજુમાં દરગાહ; નાગનાથ મહાદેવ મંદિરે હિન્દુ, ભઠોર પીરની દરગાહે મુસ્લિમો માથું ટેકવે છે

બિદડા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહાદેવના મંદિરની બાજુમાં આવેલી દરગાહની તસવીર - Divya Bhaskar
મહાદેવના મંદિરની બાજુમાં આવેલી દરગાહની તસવીર
 • 1790ના અરસામાં સોદાગર ભાવિકે મંદિર નિર્માણ કરાવ્યું, બાદમાં દરગાહ બની

કચ્છની કોમી એકતા બેમિશાલ હોવાના અનેક દાખલા છે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોઇ વૈમનસ્ય ન રાખીને સુલેહ શાંતિમાં માનતા આ સરહદી જિલ્લામાં બંને ધર્મનો આદર કરાય છે આવો જ એક જીવતો જાગતો દાખલો માંડવી તાલુકાના નાના ભાડિયા ગામમાં જોવા મળે છે જ્યાં મિયા-મહાદેવના મંદિર તરીકે જાણીતા સ્થળે નાગનાથ મહાદેવ મંદિર અને બાજુમાં ભઠોર પીરની દરગાહે ભાવિકો માથું ટેકવે છે. જૈન, ગઢવી, દલિત તેમજ મુસ્લિમ પરિવારોની વસતી ધરાવતા આ ગામમાં દાખલો બેસાડે તેવી એકતા જોવા મળે છે. ગામમાં ત્રણ સદી કરતાં જૂનું શિવ મંદિર છે જેની બાજુમાં જ દરગાહ પણ હોતાં આ સ્થળ મિયા-મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે. અહીં હિન્દુઓ નાગનાથ મહાદેવની પૂજા કરવા આવે છે તો મુસ્લિમો ભઠોર પીરની દરગાહ પર ચાદર ચડાવવા આવે છે.

આ અનોખા ઐતિહાસિક સ્થળની જાણવા મળતી વિગતો મુજબ વર્ષ 1790ના અરસામાં ગુંદિયાળી ગામના શિવભક્ત સુંદરજી શિવજી સોદાગરે આ સ્થળે તપસ્યા કરતાં તેમને રિધ્ધિ-સિધ્ધિ મળી અને સોદાગર બન્યા તે સમયે તેમણે નાગનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. લાંબા સમયથી તેમના વંશજો મંદિરમાં પૂજાની સેવા આપે છે. વર્ષ 2001માં મંદિર ક્ષતિગ્રસ્ત થતાં પુન: નિર્માણ કરાયું હતું અને સુચારૂ સંચાલન માટે ટ્રસ્ટ બનાવાયું છે. હાલે માંડવીના નવિન સોદાગર, પ્રવિણ સોદાગર અને સુધિર સોદાગર ટ્રસ્ટી તરીકે સેવારત છે.

આ અંગે વધુ વિગતો આપતાં ગામના કરિયાણાના વેપારી તેમજ નાગનાથ મહાદેવના પરમ ભક્ત દેવાંદ રામ ગઢવીએ જણાવ્યું હતું કે, મિયા એટલે કે, ભઠોર પીર એક ઓલિયા હતા જે પાકિસ્તાનથી ભ્રમણ કરતા ભાડિયા ગામમાં આવી ચડ્યા હતા અને સ્મશાનની બાજુમાં આવેલા નાગનાથ મહાદેવ પાસે રાત્રિ રોકાણ કર્યું જેમાં તેમને પરમ શાંતિનો અનુભવ થયો જેને પગલે તેઓ અહીં જ રોકાઇ ગયા હતા. લોક વાયકા મુજબ મિયા અને મહાદેવની કૃપાથી આ ગામની ઉત્તરોત્તર પ્રગતિ થવાની સાથે સુલેહ સંપ કાયમ રહે છે. આરોગ્ય, જીવ દયા અને જળ સંગ્રહ સહિતના કામોમાં કોઇ નાત જાતના ભેદભાવ વિના સૌ સહભાગી થાય છે.

મુસ્લિમોએ ચારા માટે 40 હજારનું દાન આપ્યું
કોરોના કાળ દરમિયાન ગામમાં ઉત્સવો ઉજવાયા ન હતા પણ સેવાકીય કાર્યો નિરંતર રહ્યા હતા. કપરા સમયમાં અબોલ જીવોની વહારે આવવા મુસ્લિમ જ્ઞાતિના પ્રમુખ અલીભાઇ સંઘારે ટહેલ નાખતાં સમાજના લોકોએ 40 હજારનો ફાળો એકત્ર કરીને ગાયોને ચારાનું નિરણ કરીને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દરેક તહેવારો ભાઇચારા સાથે ઉજવાય છે
ગામમાં વસતા જૈન, બ્રાહ્મણ, ગઢવી, દલિત તેમજ મુસ્લિમ પરિવારો એક-બીજાના તહેવારોમાં ભાગ લે છે અને ભાઇચારા સાથે દરેક ઉત્સવની ઉજવણીમાં સામેલ થાય છે. ગાયોને ચારો, પક્ષીને ચણ તેમ શ્વાનોને રોટલો આપવા સહિતના સેવાકાર્યોમાં પણ તમામ
સમાજ સહભાગી બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો