અસંતોષ:માંડવી પાલિકામાં ડ્રાયફ્રુટના પેકેટ પર સ્ટિકર લગાવવા મામલે વિવાદ

માંડવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકોને કાંઇક નવું કરવાનું સૂઝ્યૂં પણ વાત અવળી ઉતરી
  • અસંતોષ ફેલાતાં કર્મચારીઓને સ્ટિકર વિના દિવાળી ઉપહાર અપાયો

માંડવી નગરપાલિકામાં કર્મચારી ગણ માટે દીપાવલિના પર્વ નિમિત્તે દર વર્ષે મીઠાઈ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે ડ્રાયફ્રુટના પેકેટ પર સ્ટિકર લગાવવા બાબતે આનાકાની થતાં અંતે સ્ટિકર વગર ભેટ અપાતા કાઉન્સિલરોમાં એકતાનો અભાવ સપાટીએ આવ્યો હતો.

ડ્રાય ફુટ પેકેટ પર લગાવવાના ચૂપચાપ સ્ટિકર બનાવવામાં આવ્યા હતા અને ચોટાડવાની વાત બહાર આવતા સ્ટિકર મુદ્દ. અસંતોષ પેદા થતાં અંતે ગિફ્ટ ઉપર સ્ટિકર લગાવવામાં આવ્યું ન હતું. બનાવાયેલા સ્ટિકર ચીપકાવ્યા વગર ડ્રાયફ્રુટ પેકેટ વિતરણ કરવામાં આવતા ચૂંટાયેલા 31 સભ્યોમાં એકતા ન હોવાનું સામે આવવાની સાથે ત્રણ ગ્રુપ બની ગયા હોવાનો આક્ષેપ આધારભૂત સૂત્રો કરી રહ્યા છે.