તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માંડવી બીચની વોટર રાઇડ્સ પર હવે સમિતિની નજર, જિલ્લા સમાહર્તાએ 5 સભ્યો સાથેની વોટર સ્પોર્ટ કમિટી રચી

માંડવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવીના બીચ પર આવતા પ્રવાસીઓને દરિયાની સહેલગાહ કરાવતી વોટર રાઇડ્સ અધિકૃત છે કે નહિ તેના પર હવે કલેક્ટરે રચેલી વોટર સ્પોર્ટ કમિટી નજર રાખશે. પાંચ સભ્યો સાથેની આ સમિતિ નવા લાઇસન્સ આપવા તેમજ રિન્યૂ કરવા સહિતની જવાબદારી નિભાવશે. અગાઉ સમુદ્ર કિનારે નિયત ધારાધોરણ વિના રાઇડ્સ ચાલતી હોવાનું જણાતાં વહીવટી તંત્રને બંધ કરવાની ફરજ પડી હતી. હાલે એક ડઝન જેટલી રાઇડ્સ ચાલે છે જેના પાસે મંજૂરી છે કે બિન અધિકૃત રીતે સહેલગાહ કરાવે છે તેની આ સમિતિ ચકાસણી કરશે. અનલોકની જાહેરાતના લાંબા સમય બાદ સાગર તટે ઉમટેલા પ્રવાસીઓએ આવી રાઇડ્સના સંચાલકો માટે પ્રાણવાયુ પૂરવાનું કામ કર્યું છે પણ તેમના દ્વારા જીવના જોખમે દરિયાઇ સફર ન ખેડાય અને જો તેમ જણાય તો જરૂરી પગલાં ભરવા માટે સમિતિ રચાઇ છે.

સમિતિના સભ્ય સચિવ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ગુપ્ત રાહે બિન અધિકૃત રીતે ચાલતી રાઇડ્સની માહિતી એકત્ર કરી છે અને ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કમિશનર ઓફ ટુરિઝમ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા પ્રમાણે રાઇડ્સના ચાલકો લાઇસન્સ રિન્યૂ કરાવી શકશે તેની સાથે નવા લાઇસન્સ પણ આપવામાં આવશે. આ માટે સમિતિના સભ્યો સલામતીની વ્યવસ્થા, લાઇફ ગાર્ડ, વોટર સ્પોર્ટ્સના સાધનોની ગુણવત્તા સહિતના પાસા ચકાસ્યા બાદ પ્રમાણપત્ર આપશે. સમિતિના અધ્યક્ષ મુન્દ્રાના પ્રાંત અધિકારી કે. જી. ચૌધરીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, જાન્યુઆરી માસમાં સભ્યોની બેઠક બોલાવીને વિવિધ નિર્ણય લેવાશે. પ્રમાણિત કરેલી રાઇડ્સ જ હવે સાગરની સહેલગાહ કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કોને કોને સમાવાયા સમિતિમાં
બીચ ખાતે પ્રવાસનને પ્રાધાન્ય અને સહેલાણીઓની સુરક્ષા અર્થે કલેક્ટર દ્વારા રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે મુન્દ્રા પ્રાંત અધિકારી, સભ્ય સચિવ પદે માંડવી પાલિકાના મુખ્ય અધિકારી તેમજ સભ્ય પદે માંડવી મામલતદાર, ગાંધીનગરના ચીફ નોટિકલ ઓફિસર અને ગાંધીનગરના પ્રવાસન અધિકારીની નિયુક્તિ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો