તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બિદડા હોસ્પિટલ સાધનોથી સજ્જ, છતાં સરકાર દ્વારા કોવિડ માટે ઉપયોગમાં નહીં

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇસીયુ, ઓક્સિઝન, ડોકટરની ટીમ છતાં સારવાર અપાતી નથી

માંડવી તાલુકામાં દિન પ્રતિદિન કોરોનાનો અાક્રમણ વધી રહ્યા છે તે વચ્ચે સરકારી કોવિડ હોસ્પિટલ બિદડામાં 72 બેડ હોવા છતાં શા માટે ચાલુ કરવામાં અાવતી નથી તે દર્દીઅો માટે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. બિદડા ટ્રસ્ટની હોસ્પિટલની બાજુમાં માનસીક મંદબુધ્ધી તાલીમ શાળામાં 25 પથારીની અાઇસોલેશન સેન્ટર બનાવાયું છે પરંતુ બિદડા હોસ્પિટલમાં અેસી. 12, અાઇસીયુ 3, સેન્ટ્રલ અોક્સીઝન 12 અને જનરલ વોર્ડ સહિત 72 બેડની અાધુનિક હોસ્પિટલમાં નર્સ, ડોક્ટરનો સ્ટાફ હોવા છતાં કોવિડ 19ની સરકારી હોસ્પિટલ જાહેર કરવામાં કોણ વિઘ્ન પાડી રહ્યો છે જેના કારણે દર્દીઅોને સારવારથી વંચીત રહેવું પડે છે.

કલેકટર કચેરી અને હેલ્થની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં અાવ્યું હતું જેમાં બિદડાની હોસ્પિટલની પસંદગી ઉતારવામાં અાવી હતી છતાં લાંબા સમયથી કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં નહીં અાવતા સારવાર માટે તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં લોકોને ભટકવું પડે છે. સુત્રોના જણાવ્યા મુજબ સંઘાર જ્ઞાતિની યુવતીને પેટમાં અતિશય પીડા ઉપડતા વિકલાંગ મહિલા કોરોના પેસેન્ટ નહીં હોવા તછાં ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં નહીં અાવતા નારાજગી વ્યક્ત કરવામાં અાવી હતી. દાતાના દાનથી ચાલતી હોસ્પિટલ 2001ના ભૂકંપ સમયમાં કેટલાય દર્દીઅો માટે અાશિર્વાદરૂપ બનવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...