જર્જરિત મકાન:માંડવીમાં કોઇનો ભોગ લેવાય તે પૂર્વે મોતની જેમ લટકતો માંચડો ઉતારો

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત મકાન તાત્કાલિક જમીનદોસ્ત કરવા રહીશોની માગ

પખવાડિયા પહેલાં માંડવીમા અપના બજાર પાસે આવેલા જાહેર માર્ગ પર બે માળના મકાનની દિવાલ રાત્રીના ભાગે ધડાકા ભેર ઘસી પડી હતી. જો કે આ બનાવમાં સદ્દનસીબે જાનહાનિ થઇ ન હતી પણ કોઇનો ભોગ લેવાય તેવી રાહ જોવાતી હોય તેમ મકાનને ઉતારવા માટે પાલિકા દ્વારા કોઇ દરકાર લેવાઇ નથી.

10 નવેમ્બરના ભાંગતી રાત્રે ત્રણ વાગ્યાના સુમારે અચાનક ધડાકા સાથે વોર્ડ નં. 7મા આવેલા મકાનનો કાટમાળ ધસી પડતા આજુબાજુના રહેવાસીઓ ભયના માર્યા ઘરની બહાર દોડીગયા હતા. જે તે સમયે તો જાન હાનિ ટળી ગઇ હતી પણ મોતની જેમ લટકતો આ માચડો તાત્કાલિક દૂર કરી લેવાય તેવી માગ કરવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી અને આ વિસ્તારના નગસેવક પણ મૌન છે તેવા આક્ષેપ ઉઠ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ મ્યુનિસિપલ નંબર 689| D સાથેના આ મકાનના કબજેદાર સ્વઃ નયનગિરિ મઠાધિશને સુધરાઇ દ્વારા નોટિસ પાઠવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...