બેદરકારીની હદ:ઝાડી કપાવતા વીજ પુરવઠો ખોરવાયો, દસ્તાવેજો માટે આવેલા તામમ લોકો ખાલી હાથે પરત ગયા

માંડવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવી મામલતદાર કચેરીમાં અણઆવડત અને બેદરકારીની હદ
  • વીજ પુરવઠો ન હોવાની જાણ મામલતદાર કચેરીઅે રજિસ્ટ્રાર કચેરીને ન કરતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો

માંડવી મામલતદાર કચેરીમાં સોમવારે વીજ પુરવઠો ખોરવાતા લોકોના કામ અટકી ગયા હતા. ખાસ કરીને સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી માટે અાવેલા 50થી 60 લોકો ખાલી હાથે પરત ગયા હતા. લોકોને ધરમનો ધક્કો થતા અા અંગે પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામા અાવી હતી. બે વિભાગોની વચ્ચે સંવાદ ન થતા લોકોને હેરાન થવાનો વારો અાવ્યો હતો.

સોમવારના સવારના ભાગે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા નોંધણી અોનલાઇન બુક કરી દસ્તાવેજો માટે 38ને ટોકન અાપવામાં અાવ્યા હતાં. તે માટે અંદાજે 50થી 60 લોકો કચેરીઅે પોતાના કામ-ધંધા મુકીને અાવ્યા હતા. અા લોકો સવારથી બપોર સુધી કચેરીમાં હાજર રહ્યાં હતા. ગરમીમાં શેકાવા છતાં અામાથી અેક પણ નાગરિકોના દસ્તાવેજો બની શક્યા ન હતા. દસ્તાવેજીકરણ કરતા અેડવોકેટ ગુલામ હુસેન અન્સારી તેમજ મહેશ અોઝાના અસીલની ફરિયાદ મુજબ સ્થાનિક અાવતા તપાસ કરી હતી. જેમાં અેવુ જાણવા મળ્યુ હતુ કે કચેરીના નાયબ મામલતદારની સુચના મુજબ ઝાડી કટીંથ કરવાથી વીજ તાર કપાઇ ગયા હતા.

તો અા અંગે રજીસ્ટ્રાર અધિકારી કાર્તિકભાઇ રાણાને વીજ ગુલ અને લોકોના ધક્કા બાબતે પૂછા કરતા તેઅોઅે મામલતદાર કચેરી દ્વારા વીજળી ન હવાની વાત જણાવી ન નહતી તેથી લોકોને નોંધણી કરાઇ હતી. જેના પગલે દૂર-દૂરથી અાવેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તો બીજીબાજુ મામલતદાર કચેરીની અાવી બેદરકારીના લીધે પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં અાવી હતી. ફરિયાદ બાદ અાખરે બપોરે 4 વાગ્યે વીજ પુરવઠો ચાલુ કરવામાં અાવ્યો હતો. ચોંકવનારી વાત અે છે કે વીજ પુરવઠો ચાલુ કરાયો છતા કચેરીમાં અમુક જ વિભાગોમાં પુરવઠો શરૂ થયો હતો ! તપાસ કરતા મામલતદાર કચેરીમાં વીજ લાઇનમાં જ ખામી હોવાનું બહાર અાવ્યું હતું.

અમુક તો મુંબઇની રીટર્ન ટિકિટ લઇને અાવેલા હતા
દસ્તાવેજો માટે અનેક લોકો છેક મુંબઇથી અાવ્યા હતા. અોનલાઇન અેપોઇન્મેટ મળી જતા ટ્રેનમાં અાવીને રાત્રીની ટ્રેનમાં પરત પણ જવાના હતા. પરંતુ વહીવટી તંત્રની અા અણઅાવડતના લીધે તેઅોના કામ થઇ શક્યા ન હતા. જેના પગલે અા લોકો અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...