તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:માંડવી પાલિકા બાદ સંગઠનમાં સ્થાન ન મળતાં કાર્યકરોમાં કચવાટ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી પાલિકાની ચૂંટણી ટાંકણે શહેર ભાજપ સંગઠનમાંથી 7 મુરતિયાની પસંદગી થતાં લાંબા સમયથી અા પદ ખાલી રહ્યા બાદ નવા 7 ચહેરાને સ્થાન અપાતાં પાલિકા બાદ સંગઠનમાં પણ સ્થાન ન મળતાં અાવા કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે અને નારાજ કાર્યકરોને કયાં ગોઠવવા તે મુદ્દે પક્ષના નેતાઅો પણ ચિંતિત બન્યા છે.

માંડવી શહેર સંગઠનના અધ્યક્ષ દેવાંગ દવેની ટીમમાંથી પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવાતાં મુખ્ય હોદ્દેદાર વગર ચૂંટણીમાં ગત વર્ષ કરતાં 6 સીટ પર ઇજાફો મેળવતાં કદ વધ્યું પરંતુ કારોબારીનું નાનું કદ લાંબા સમય સુધી ચાલ્યું. સોમવારે જિલ્લા ભાજપે બહાર પાડેલી યાદી મુજબ મહામંત્રી તરીકે કમલેશ ગઢવી, કિશનસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉદય ઠાકર, ખજાનચી જીગર ખારવા અને પ્રિયાબેન જાની, હરજી શિરોખા, જયશ્રીબેન મુછડિયાને મહામંત્રી તરીકેની નિમણૂક અપાતાં પાલિકા અને સંગઠનમાંથી કપાયેલા લોકોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે.

ગોસ્વામી, જૈન, દરજી, સોની સમાજનું પત્તું કપાયું
સંગઠનમાં ક્ષત્રિય સમાજના 2, મહેશ્વરી 2, બ્રાહ્મણ 3, ખારવા 3, પાટીદાર 2, ભાનુશાલી, માંડલિયા, ચારણ અને લોહાણા સમાજમાંથી 1-1 મળી 16 લોકોનો સમાવેશ કરાયો છે. જો કે, ગોસ્વામી, સોની અને જૈન સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળ્યું નથી. પાલિકા અને સંગઠનમાંથી અમુક કાર્યકરો કદ પ્રમાણે કપાઇ જતાં અાવા નારાજ કાર્યકરોને કયાં ગોઠવવા તે માટે ખુદ પક્ષના નેતાઅો ચિંતિત છે.

મુન્દ્રામાં સંગઠનના હોદેદારોની નિમણૂંક અંગે ભાજપનું હાઇકમાન્ડ ગોટે ચડ્યું
​​​​​​​હવે 2022 ની વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી સતાપક્ષ ભાજપે સંગઠનનું માળખું મજબૂત બનાવવા કમર કસી છે.અને તેના ભાગરૂપે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વિવિધ મોરચાના હોદેદારોની જાહેરાત કરી નાખી છે.પરંતુ તેમાંથી ઔદ્યોગિક નગરી મુન્દ્રા ને બાકાત રખાતા અહીં મુરતીયાઓ ની વરણી માટે હાઇકમાન્ડ ખુદ ગોથે ચડ્યું હોવાની અટકળો વહેતી થઈ છે.

આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ ભાજપે સબળ હરીફાઈ વચ્ચે પ્રથમ પાલિકા અંકે કરવા એડીચોટી નું જોર લગાવ્યું હતું.તે વખતે પ્રમુખપદ મેળવવા ઉપરાંત તમામ વોર્ડમાં વિજય મેળવવા શામ દામ દંડ સુધીના સ્તર નું રાજકારણ ખેલાયું હતું.અને તે માટે જરૂરીયાત મુજબ વર્ચસ્વ ધરાવતા પક્ષના ઘણાં કાર્યકરોને સંગઠન માં હોદ્દો આપવાની લાલચ જિલ્લા સ્તરેથી અપાઈ હતી.જ્યારે હવે ચૂંટણી પુરી થયા બાદ ભાજપે સુધરાઈ પર વિજયી વાવટો તો લહેરાવી દીધો.પરંતુ હવે કોને સાચવવા અને કોને નારાજ કરવા તે મુદ્દે ખુદ હાઇકમાન્ડ ગોથે ચડ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે.આ સંદર્ભે શહેર પ્રમુખ પ્રણવ જોષીનો સંપર્ક સાધતા તેમણે કદાચ મુન્દ્રાને પ્રથમ વખત નગરપાલિકાનો દરજ્જો મળ્યો હોવાથી જિલ્લા કક્ષાએથી નિર્ણય લેવામાં વિલંબ થયો હોવાની લાગણી સાથે ટૂંક સમયમાં નવી વરણી જાહેર થવાનો અથવા હોદેદારો કાયમ રાખવાની જાહેરાત થવાનો મત વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...