તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:માંડવીના 80 જેટલા ઘરોમાં નળ વાટે પાણી આવતું થયું

માંડવી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 15.47 લાખના ખર્ચે લાઈન પાથરી

માંડવી પાલિકાની હદમાં વધારો થતાં વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ મસ્કા પાસેના રહેણાક વિસ્તારોમાં 15.48 લાખના ખર્ચે પાણીની નવી લાઇન પાથરવામાં આવી હતી આ વિકાસ કાર્યથી 80 જેટલા ઘરોમાં નળ વાટે પાણી પહોંચતું થતા પ્રશ્ન હલ થવાથી લાભાર્થી મહિલાઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણીનું જોડાણ આપવામાં આવતા સુધરાઈના અધ્યક્ષ હેતલબેન સોનેજી તેમજ નગરસેવકોની હાજરીમાં લાઇનનો વાલ્વ ખોલવામાં આવ્યો હતો તેની સાથે ૮૦ જેટલા ઘરોમાં નળ વાટે પેયજળ આવતા બહેનોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. આ અવસરે સુધરાઈના સત્તાધીશોએ જળ એ જ જીવન હોવાનું કહીને પાણીનો બગાડ ન કરીને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદારવાલા, કસ્તુરબેન દેવીપૂજક, જશુબેન હિરાણી, હનીફ જત, વિશાલ ઠક્કર, હરેશ વિંઝુડા, અબ્દુલ ઓઢેજા, ક્રિષ્નાબેન ટોપરાણી, પારસ માલમ, ગીતાબેન સોની, ભુપેન્દ્ર સલાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...