તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પહેલ:માંડવીથી 32 કિમી દુર જંગલમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે પવનચક્કી બેસાડાઇ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં પહેલ નખતા નાણાનો ધોધ વહેતા હવે પાણીનો ધોધ અવાડામાં આવી રહ્યો છે

માંડવીથી 32 કિમી દુર બાયઠ ગામની સીમમાં અાજુ બાજુના પાણીના ખાબોચીયા ઉનાળામાં સુકાઇ જતા જંગલી પ્રાણીઅો પાણીની શોધમાં અામતેમ ભટકે નહી તે માટે અનેક નવતર પહેલ કરાઇ છે. અહીંની સેલોર વાવ પર પવનચક્કીની મદદથી અોટોમેટીક પાણી અવાડામાં ભરવામાં અાવે અને જંગલી પ્રાણીઅો પાણીથી તૃપ્ત થાય તેવી અપીલ સોશિયલ મીડિયામાં કરવામાં અાવતા જીવદયા પ્રેમીઅોના દાનથી અાવારૂ જંગલમાં 24 કલાક પાણીના અવાડા પશુઅો માટે અાશીર્વાદરૂપ બન્યા છે.

બાયઠ, પદમપુર, ઉનડોઠ, ગોધરા ગામની સીમની વચ્ચે અાવેલી જગ્યાઅે રાજાશાહીના સમયની વાવ પર હેન્ડ પંપ લગાવવામાં અાવી હતી. પરંતુ લાંબા સમયથી પાણીની ખેંચના કારણે અવાડામાં પાણી ભરાતા ન હતા. તેથી પાણીની શોધમાં હિંસક પ્રાણીઅો ગામમાં પ્રવેશ કરતા હતા. જેના પગલે માનવી અને પ્રાણીઅો વચ્ચે સંઘર્ષ થતો. પ્રાણીઅોને ઉનાળામાં પાણી મળે તેવા ઉમદા જીવદયાનો ઉદેશ સાથે પવનચક્કી ઉભી કરવા માટે સોશિયલ મીડિયામાં કાઠડા ગામના નવીન જશરાજ ચારણે અપીલ નાખતા જોત જોતામાં દાનનો ધોધ વહી નિકળતા અાજે અવાડામાં પ્રાણીઅોની પ્યાસ બુઝાવવા પાણીનો ધોધ વહી નિકળ્યો છે.

જંગલમાં ચોવીસ કલાક પાણી માટે પવન ઉર્જાની મદદથી 25 ફુટ લાંબી પવનચક્કી બેસાડવામાં અાવી છે. અવાડામાં સ્ટાઇલ્સ નાખવામાં અાવી છે. અને અવાડામાં પાણી અોવર ફ્લો થઇ જાય તો તે પાણી પાછો સેલોર વાવમાં જાય છે તેવી વ્યવસ્થા છે.

જંગલમાં મંગળ
ધોમધખતા ઉનાળામાં લાઇનનગરની પવનચક્કી પ્રાણીઅો માટે પાણી સિચીને અવાડા પાણીથી ભરાઇ રહ્યા છે. સીમમાં પાણીના અવાડો અબોલ જીવો માટે આશિર્વાદ સમાન બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...