તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખું વાચનાલય:કાઠડામાં અનોખું વાંચનાલય શરૂ, સૂવા અને નાસ્તાની સુવિધા અપાશે

માંડવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાંચનાલયનું ખાતમુહુર્ત. - Divya Bhaskar
વાંચનાલયનું ખાતમુહુર્ત.
 • સરકારી નોકરી ઇચ્છુકોને માર્ગદર્શન આપતાં પુસ્તકો મુકાયા

માંડવી તાલુકાના કાઠડામાં કચ્છના પ્રથમ એવા સોનલ શક્તિ વાચનાલયમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સૂવા તેમજ નાસ્તા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ વાચનાલયમાં નોકરી અંગે માર્ગદર્શન આપતા પુસ્તકોનો ખજાનો મુકાયો છે. ગામના યુવા વિદ્યાર્થીઓ સરકારી નોકરી ક્ષેત્રે કારકિર્દી ઘડી શકે તેવા આશય સાથે શરૂ કરાયેલા આ વાચનાલયમાં રાત્રે સૂવા તેમજ ચાય અને સૂકો નાસ્તો મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ઉપરાંત સવારે સ્નાનની સુવિધા પણ મળી રહેશે.

આવી વિશિષ્ટ સુવિધા સાથેના કચ્છના પ્રથમ પુસ્તકાલયને ખુલ્લું મૂકતાં અખિલ કચ્છ ચારણ સમાજના અધ્યક્ષ વિજય ગઢવીએ વિદ્યાર્થીઓને તેનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારી નોકરી માટે જરૂરી એવા માર્ગદર્શનની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરપંચ ભરત ગઢવીએ તમામ દાતાઓનો આભાર માન્યો હતો. લોકાર્પણ પ્રસંગે જાદવજી ગઢવી, વીરેન્દ્ર કાનાણી, દેવાંગ વિજાણી, કમશ્રીબેન, શિવરાજ ગઢવી, માણશી ગઢવી, લખમશી વાડિયા, હરેશ ગઢવી, દિનેશભાઇ, ઇશ્વરભાઇ, રાજેશભાઇ સહિતના ચારણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો