તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માંડવીના ભારાપરમાં વહેલી સવારે લાકડાના વર્કશોપમાં આગ

માંડવીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોર્ટ સર્કિટથી લાગેલી આગ ત્રણ કલાકે કાબુમાં આવી

માંડવી તાલુકાના ભારાપરમાં વહેલી સવારે લાકડાના વર્કશોપમાં લાગેલી આગ ત્રણ કલાકની જહેમત બાદ માંડ કાબુમાં આવી હતી. જો આ દરમ્યાન આગના કારણે કિંમતી સામગ્રી બળીને ખાક થઇ ગઇ હતી, જેના કારણે વર્કશોપના માલિકને મોટાપાયે નુકસાની થઇ હતી.

હોળીના દિવસે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા અને એક તબક્કે દોડધામ મચી ગઇ હતી. લોકોએ આગ અંગે માંડવી નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતાં આગબંબા સાથે દોડી આવેલી ટીમની ત્રણ કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. જો કે ત્યાં સુધીમાં લાકડાનો કાચો માલ, તૈયાર બારી, બારણા, દરવાજા આગની લપેટમાં આવી ગયા હતા. આગના કારણે અંદાજિત 15 લાખની નુકસાની મોહન આતુભાઇ મહેશ્વરીને ગઇ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મશીનરી પણ આગની ઝપટે ચડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો