આગ:માંડવીમાં મકાનમાં આગ લાગતાં તમામ ઘરવખરી થઇ ભષ્મિભૂત

માંડવી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવીના જીટી રોડ પાસેની ખાનીયા ખડકી શેરીમાં આવેલા મકાનમાં ગત રાત્રિના અગિયાર વાગ્યા બાદ અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લેતા તમામ ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી. ભયાનક આગ વધારે પ્રસરે તે પહેલા હાથે લાગ્યા સાધનો દ્વારા આજુબાજુના લોકોએ તેને બુઝાવવાના પ્રયાસ કર્યા હતા. દરમિયાન બનાવના સ્થળે ધસી આવેલી પાલિકા ફાયર ફાઈટરની ટીમે દોઢેક કલાક બાદ આગ કાબુમાં લેતા લોકોને હાશકારાનો અનુભવ થયો હતો. બનાવમાં સદ્દ નસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. જૂની જીટી શાળાની બાજુમાં મુરલી મંદિરની સામે ખાનીયા ખડકી શેરીમાં હિતેષભાઇ કષ્ટા તેમની માતા સાથે રહે છે. તેમના મકાનની બાજુમાં તાલપત્રી બાંધી હતી જેના પર રોકેટ પડતા આગ લાગી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

અગન જ્વાળાઓ કાબૂમાં લેવા લોકોએ કરેલા પ્રયાસો નિષ્ફળ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતા શાળા ઉપરથી પાણીનો સતત મારો ચલાવાયો હતો અને નીચેના ભાગેથી નગરપાલિકાની ફાયર ટીમે કમાન સંભાળી લેતાં દોઢ કલાક બાદ આગ બુઝાઇ હતી. ધનતેરસના રાત્રિનાં લાગેલી આગને કાબૂમાં મેળવવા માટે ખીમજી રામદાસના મેનેજર ભરત વેદ, નગરસેવક પારસ સંઘવી, નરેશ સોની, નિરંજઈ તન્ના, વિજયસિંહ જાડેજા, ભાવેશ પીઠડીયા તેમજ લોકોએ જહેમત ઉઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...